પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે જામીન માટે સુપ્રીનો દરવાજો ખટખટાવ્યો છે. સુપ્રીમમાં ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે તુરંત અરજી અંગે સુનાવણી કરવાની માગ કરી છે. સિબ્બલે જણાવ્યુ હતુ કે, એક સપ્તાહ સુધી કોર્ટમાં રજા રહેવાની છે. જેથી આ મામલ કોર્ટે તુરંત સુનાવણી કરવી જોઈએ.
આ પહેલા દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજીને ફગાવી હતી. જેથી ચિદમ્બરમને મોટો ઝાટકો લાગ્યો હતો. ચિદમ્બરમ અત્યારે તિહાડ જેલમાં બંધ છે. આ પહેલા કોર્ટે ચિદમ્બરમની ઈડી સમક્ષ આત્મસમર્પણ કરવાની અરજીને ફગાવી હતી.
કોર્ટમાં ઈડીએ ચિદમ્બરની આત્મસમર્પણની અરજીનો વિરોધ કર્યો હતો. ચિદમ્બરમ પર આરોપ છે કે, 2007માં નાણા પ્રધાન પદે રહીને આઈએનએક્સ મીડિયાને ફાયદો કરાવવા માટે કેટલીક મંજૂરી આપી હતી. આ મંજૂરી આપવામાં એફઆઈપીબીની મંજૂરી પણ નહોતી લેવામાં આવી. જે બાદ 2017માં ચિદમ્બરમ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.