રૂપાલાએ કોરોના વોરિયર્સ સામે બેફામ બફાટ કરી લોકોને ઉશ્કેર્યા, સોશ્યલ મીડિયામાં વાયરલ

કેન્દ્ર સરકાર કોરોના મહામારી સામે લડી રહેલાં કોરોના વોરિયર્સને સહકાર આપવા માટે જાહેરાતો આપી નાગરિકોને અનુરોધ કરી રહી છે તો બીજી તરફ ખુદ કેન્દ્ર સરકારના મંત્રી પુરષોત્તમ રૂપાલા કોરોના વોરિયર્સ અધિકારીઓ સામે લોકોને ઉશ્કેરી રહ્યાં છે સાથે કોરોનાની કામગીરીમાં વિક્ષેપ પાડવા માટે વિરોધ કરવાનો આદેશ આપી રહ્યાં છે.

ગમે તે ભોગે ક્વોરોન્ટાઇનની કામગીરી બંધ થાય તેવા કાવાદાવા કરવાની નકામી સલાહ આપી રહ્યાં છે. આજે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને સ્થાનિક ભાજપી નેતા મોહન વરીયાની એક ઓડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ ઓડિયો ક્લીપના સંવાદે રૂપાલાની હલકી કક્ષાની રાજનીતિની પોલ ખોલી નાંખી છે તેઓ આ ઓડીયો ક્લિપમાંકહે છે કે, આખુય તંત્ર IAS ચલાવી રહ્યાં છે. અમરેલીમાં થતી કોરોનાની કામગીરીમાં હોબાળો કરાવવા માટે ભાજપી નેતાને ઉશ્કેરી રહ્યાં છે.

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ એકપણ કેસ નોંધાયો નથી. અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અમરેલીમાં પ્રવેશ પહેલાં ખાંભા ખાતે એન્ટ્રી પોઈન્ટ બનાવાયો છે. અમરેલી બહારથી આવતાં લોકોને ખાંભા ખાતે રોકીને ક્વોરોન્ટાઇન કરાઈ રહ્યાં છે ખાંભા ખાતે ક્વોરોન્ટાઇનની કામગીરી બંધ થાય તે માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.