જમ્મુ-કાશ્મીરમાં 4G સેવા ફરીથી ચાલુ કરવાના આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો

– સુપ્રીમ કોર્ટે ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો

 

જમ્મૂ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા ફરીથી ચાલુ કરવાના આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે જમ્મૂ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવાની વિનંતી પર વિચાર કરવા માટે ગૃહ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ એન વી રમન્ન, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી આર ગવઇની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યુ કે આ સમિતિમાં જમ્મૂ-કાશ્મીરના મુખ્ય સચિવ અને કૉમ્યુનિકેશન સચિવ પણ સામેલ થશે. આ સમિતિ 4G ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાની અરજદારની વિનંતી પર વિચાર કરશે.

સુપ્રીમ કોર્ટે ફાઉન્ડેશન ફૉર મીડિયા પ્રોફેશનલ્સ અને જમ્મૂ કાશ્મીર પ્રાઇવેટ સ્કૂલ એસોસિયેશનની અરજી પર આ નિર્ણય જાહેર કર્યો છે આ સાથે જ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકારો વચ્ચે સંતુલન સુનિશ્ચિત કરવાની જરૂર છે.

અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી દલીલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2G સેવાઓ શિક્ષા અને અન્ય સેવાઓના સંચાલન માટે પર્યાપ્ત નથી. જસ્ટિસ એનવી રમન્ને કહ્યુ કે કોર્ટને સુનિશ્ચિત કરવાનું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવાધિકાર સંતુલિત રહે. તેમણે કહ્યુ કે અમે સમજીએ છીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ સંકટમાં છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાના કેસની સુનાવણીમાં જમ્મૂ કાશ્મીરના વહીવટી તંત્રે સોગંદનામું દાખલ કરીને સેવા ફરીથી શરૂ કરવાનો વિરોધ કર્યો હતો. વહીવટી તંત્રેએ કહ્યુ હતુ કે જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આંતકવાદી મૉડ્યુલ નકલી માહિતી ફેલાવીને લોકોને ઉશ્કેરી રહ્યા છે.

વહીવટી તંત્રએ સોગંદનામામાં કહ્યુ હતુ કે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને ઉશ્કેરણીભરી સામગ્રી, વિશેષ રીતે નકલી ખબર તથા ફોટો અને વીડિયો ક્લિપના પ્રસારણ દ્વારા લોકોને ઉશ્કેરવા માટે ઇન્ટરનેટ સેવાનો દુરૂપયોગની શક્યતા છે જે સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમરૂપ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.