બ્રિટનમાં કોરોનાથી સાત લાખ લોકોના મોતની શક્યતા, બીજા વિશ્વ યુદ્ધમાં થયેલા મોત કરતા પણ વધારે

મંદી, ગરીબી અને ભુખમરાના કારણે મોતનો આંકડો વધશે, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના સંશોધનમાં દાવો

બ્રિટનમાં લોકડાઉન એક જૂન સુધી લંબાયુ, લોકડાઉનને લઇને નવા દિશાનિર્દેશો બહાર પડાયા

બ્રિટનમાં કોરોનાનો કેર ઓછો થવાનું જાણે કે નામ નથી લઇ રહ્યો. સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે બ્રિટનની જ્હોન્સન સરકારે લોકડાઉનને પણ વધાર્યુ છે. ત્યારે એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે બ્રિટનમાં સાત લાખ લોકોના મોત થઇ શકે છે. આ સંશોધન યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. સાત લાખ મોત એટલે કે આ આંકડો બીજા વિશ્વ યુદ્ધમાં થયેલા મોત કરતા પણ વધારે છે. સંશોધનમાં જણાવ્યું છે કે જેટલા લોકો કોરોનાના કારણે જીવ ગુમાવશે, સામે તેટલા લોકોના મોત ગરીબીના કારણે થશે.

સંશોધકોએ દાવો કર્યો છે કે મંદી, ગરીબી અને ભુખમરાના કારણે મોતનો આંકડો વધી શકે છે. સંશોધનમાં અનુમાન લગાવ્યું છે કે રસી વગર કોરોના વાયરસનો છૂટકારો મેળવવા માટે 2024 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડી શકે છે. લોકડાઉના કારણે ભયંકર મંદી આવી શકે છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસ, ગરીબી અને ખરાબ સ્વાસ્થ્ય સેવાઓના કારણે 6.75 લાખ લોકોના મોત થઇ શકે છે.

યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલમાં રિસ્ક મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસે ધીમે ધીમે લોકડાઉન દૂર કરવાની વિચારણા ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે કોરોનાના ફેલાવાને રોકવામાં સફળ થઇશું. મંદીના કારણે તેટલી જ મોત થશે, જેટલી કોરોનાથી થઇ રહી છે. તો આ બાજુ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉનને વધાર્યુ છે, તેમજ લોકડાઉવનને લઇને નવા દિશા નિર્દેશ પણ જાહેર કર્યા છે.

બ્રિટનમાં લોકડાઉન એક જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. સાથે જ સાર્વજનિક જગ્યાઓ જુલાઇમાં ખોલવાની વાત પણ કરવામાં આવી છે. ઉપરાંત જ્હોન્સને જણાવ્યું છે કે જે લોકો ઘરેથી કામ કરી શકે છે તેઓ ઘરેથી જ કરે, અને જે લોકોને બહાર જઇને કામ કરવાની ફરજ પડે છે તેઓ બહાર નિકળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.