અમદાવાદમાં દૂધ-છાસની આડમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોનો વેપલો

સોલા પોલીસે તમાકુ, ગુટકા, સિગારેટના જથ્થા સાથે પાર્લરના માલિક સહિત ચાર ઇસમોને પકડી પાડયા

 

અમદાવાદના સોલા વિસ્તારમાં દુધ-છાશની આડમાં પ્રતિબંધિત નશીલા પદાર્થનો વેપાર કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. સોલા વિસ્તારમાં આવેલા અક્ષર પાર્લર ઉપર પોલીસે ચોક્કસ બાતમી આધારે રેઇડ પાડી હતી.

જ્યાં દૂધ-છાસની આડમાં વેચાતો હતો પ્રતિબંધિત તમાકુ,માવા, ગુટખા, સિગારેટનું વેચાણ કરાતું હતું. ડેરી પ્રોડક્ટ સિવાયનો તમામ માલ પોલીસે કબજે કરીને માલિક સહિત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જીવન જરૂરી ચીજવસ્તુઓના બદલે તમાકુ,માવા, સિગારેટનું વેચાણ કરાતું હતું પોલીસે ચોક્કસ બાતમીને આધારે પોલીસની રેડ પાડી હતી અને ઘટના સ્થળે થી ડેરી પ્રોડક્ટ સિવાયનો તમામ માલ પોલીસે કબજે કર્યો પાર્લરના માલિક સહિત ચાર ઇસમોને ઝડપી કાર્યવાહી આરંભી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.