દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 70 હજારને પાર, 2293ના મોત નીપજ્યા

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ દર્દી 70,768 થઈ ગયા છે. જેમાંથી 45,921 એક્ટિવ દર્દી છે અને 22, 549 દર્દી સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2294 લોકોના મોત નીપજ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3604 કેસ નોંધાયા છે. જે બાદ કોરોના દર્દીઓની કુલ સંખ્યા 70756 એ પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવુ છે કે કુલ કેસમાંથી 46008 એક્ટિવ કેસ છે અને 22454 લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધી 2293 લોકોના મોત નીપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.