સમગ્ર ગુજરાતમાં લૉકડાઉન જરૂરી નથી : રેડ ઝોન સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ કરવા પ્રયાસ કરાશે

– પ્રધાનમંત્રી સાથેની વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી રૂપાણીની રજૂઆત

– કોરોનાના સુપર સ્પ્રેડરને ઓળખી કાઢીને સરકારે કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવાના પગલાં ઝડપથી લેવા માંડયા

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આર્થિક ગતિવિધિઓને વેગ મળે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળીરહ્યું છે. તેમણે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન જારી રહે તે જરૂરી નથી. અમદાવાદ, સુરત સહિતના રેડઝોનને બાદ કરતાં ગુજરાતના 156 શહેરો અને બે નગરપાલિકાઓમાં વેપાર ઉદ્યોગ અને કૃષિને લગતી કામગીરીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે.  અત્યાર સુધીમાં કોરોના વાઈરસનેો ચેપ ફેલાતો અટકાવવા માટે તેમણે લીધેલા પગલાંની વિગતો પણ તેમણે પ્રધાનમંત્રી સમક્ષ મૂકી હતી. પરિણામે લૉકડાઉનના સંદર્ભમાં કેન્દ્ર દ્વારા નિર્ણય લેવામાં આવે તેને જ ગુજરાત વળગી રહે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

પ્રધાનમંત્રી સાથેની વિડીયો કાન્ફરન્સમાં મુખ્યમંત્રીએ એમ જણાવ્યું હોવાનું કહેવાય છે કે માત્ર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાં જ આ કામગીરી ચાલતી નથી.

પરંતુ આવનારા દિવસોમાં આ તમામ શહેરોમાં પણ તમામ કામગીરી ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થઈ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી 17મી મેએ લૉકડાઉન-3 પૂરું થાય તે પછી કેવા પગલાં લેવા તે અંગેની પ્રધાનમંત્રીની ચર્ચામાં કોરોનાનો વ્યાપ ન વધે અને અર્થતંત્ર પણ પાટે ચઢે તેવા આયોજન કરવાને મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને એવી રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે કે જે વિસ્તારોમાં કોરોનાનો ચેપ ન હોય અને એકદમ અંકુશમાં આવી ગયો હોય તે વિસ્તારોમાં રાબેતા મુજબના કામકાજ ચાલુ કરવાના પ્રયાસો ચાલુ કરી દેવા જોઈએ. આ માટે સ્પેશિયલ પ્રયાસો કરવા પડશે. ગુજરાતના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં જીવન રાબેતા મુજબ ચાલવા માંડયું છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે શાકભાજીવાળા, દૂધવાળા, કરિયાણાવાળા જેવા સુપર સ્પ્રેડરને ઓળખી કાઢીને તેમના થકી કોરોના વાઈરસનો ચેપ અન્ય વિસ્તારમાં ન ફેલાય તે માટે રેડઝોન સહિતના વિસ્તારોમાં કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.