મનસુખ માંડવિયાને હાઇ કમાન્ડનું તેડું, ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતા તેવા સમચાર લખનાર ફેસ ઓફ્ નેશનના વેબ પોર્ટલના લેખક ધવલ રજનીકાંત પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યા છે મુખ્યમંત્રી નિષ્ફ્ળ રહ્યાની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. જેને લઈને વડા પ્રધાનના વિશ્વાસુ મનસુખ માંડવિયાને હાઇ કમાન્ડનું તેડું આવ્યું છે જેને લઈને સત્તા બદલાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ મુજબના વિસ્તૃત સમાચારનો લેખ ફેશ ઓફ્ નેશન નામની વેબ પોર્ટલ ઉપર મૂકવામાં આવ્યો હતો.
તેના આધારે રાજ્યમાં અસ્થિરતા પેદા થાય અને પ્રજામાં ભયનું વાતાવરણ ફેલાય તેથી ફેશ ઓફ્ નેશન વેબ પોર્ટલના લેખક ધવલ રજનીકાંત પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇ.પી.કો કલમ 124એ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધવલ રજનીકાંતની અટકાયત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની વરણી કરવામાં આવે તેવી શક્યતા સાથેના સમાચારને પગલે રાજકારણ ગરમાયું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાને માંડવિયાને મૂકવાની વાતને લઈને આખો દિવસ ચર્ચા જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.