કોરોના વાઈરસ સામે લડવા દેશ પાસે એકમાત્ર હથિયાર છે હર્ડ ઈમ્યુનિટી: સ્વાસ્થ્ય નિષ્ણાંત

 

લોકડાઉન 3માં કેટલાક પ્રકારની ગતિવિધિઓને છુટ આપવામાં આવી છે. જેમાં અમુક પગલા આગળ વધતા 12મેથી સરકારે ટ્રેન સેવાઓને ફરીથી શરૂ કરી. દિલ્હીમાં ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે.

આનાથી એ પ્રશ્ન ઉભો થાય કે સરકાર દેશમાં હર્ડ ઈમ્યુનિટી માટે તૈયારી તો નથી કરી રહી ને? સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને મહામારીનો ઉકેલ મેળવવા માટે ઉપાય શોધનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે કોરોના વાઈરસની સામે લડવા દેશની પાસે એકમાત્ર હથિયાર હર્ડ ઈમ્યનિટી છે.

આ છૂટછાટના કારણે એવુ લાગે કે, સરકાર લોકોને હર્ડ ઇમ્યુનિટી માટે તૈયાર કરી રહી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને આ મહામારીની સામે લડનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે, કોરોના વાઇરસ સામે લડવા એક માત્ર હથિયાર હર્ડ ઇમ્યુનિટી છે.

શું છે હર્ડ ઇમ્યુનિટી?

હર્ડ ઇમ્યુનિટીનો સામાન્ય અર્થ સમૂહ રોગપ્રતિકારક શક્તિ છે. જોકે હર્ડનો અર્થ ઝુંડ કે સમૂહ થાય છે. વિદ્વાનોના મત અનુસાર હર્ડ ઇમ્યુનિટી એટલે કોરોના વાઇસને સમાન રૂપે ફેલાવા માટે સમય આપવામા આવે. જેનાથી સામૂહિક રૂપે લોકોમા કોરોના વાઇરસને લઇને એક રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.