આજે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ : સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા પ્રથમ ટ્રેન રવાના થશે

– માત્ર કન્ફર્મ ઇ-ટિકિટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે

– યાત્રિકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે.

રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના યાત્રિકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે.

એટલું જ નહિ, આવા યાત્રિકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહન ચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે.

પોલીસ મહાનિદેશકએ વધુમા જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.