પૂર્વ પીએમ મનમોહનસિંહને આજે દિલ્હીની એઈમ્સમાંથી રજા આપી દેવામાં આવી છે.
આજે તેમનુ મેડિકલ ચેક અપ કરાયુ હતુ અને તેમાં પૂર્વ પીએમ સ્વસ્થ હોવાનુ જણાયા બાદ ડોક્ટરોએ તેમને ઘરે જવા માટે મંજૂરી આપી હતી.
રવિવારે રાતે મનમોહનસિંહને નવી દવાના કારણે આવેલા રીએક્સશન અને તાવના પગલે એઈમ્સમાં દાખલ કરાયા હતા.જોકે સોમવારે તેમની તબિયતમાં સુધારો થયો હતો.તેમને દિવસભર તાવ પણ આવ્યો નહોતો.
હોસ્પિટલમાં મનમોહનસિંહનુ અલગ અલગ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.કોરોના વાયરસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જોકે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.આ ઉપરાંત હૃદય અને છાતીના નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવ્યા હતા.
મનમોહનસિંહ વડાપ્રધાન હતા તે દરમિયાન 2009માં એઈમ્સમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.