કોરોના વાયરસના લીધે દેશમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે હજારો-લાખો પ્રવાસી મજૂર પગપાળા કે ટ્રકોની મદદથી ઘરની તરફ જવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પગપાળા જવાથી બચવા માટે અત્યારે એક જ સહારો છે. આ દરમ્યાન એક તસવીર સામે આવી છે, જેમાં પિતા પોતાના નાનકડા બાળકને એક હાથે બાવડું પકડીને ટ્રકની ઉપર ચઢવાની કોશિષ કરી રહ્યા છે. હૃદય કંપાવનારી આ તસવીરમાં દેખાય છે કે કેવી રીતે પ્રવાસી મજૂર પોતાના પરિવારને ઘર સુધી પહોંચાડવાની મથામણમાં લાગી ગયો છે જેમાં ખૂબ જ ખતરો છે.
20 સેકન્ડની ક્લિપનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. એક શખ્શ ટ્રક પર ચઢીને દોરડાના સહારે પોતાના બાળકને ચઢાવાની કોશિશમાં દેખાય છે. આ તસવીર ખૂબ જ ખતરનાક લાગી કારણ કે બાળકની સાથો સાથ પિતાનો પણ પડવાનો ડર છે પરંતુ તેને કોઇ પણ સ્થિતિમાં ઘરે જવું છે. તો રસ્તા પર ઉભેલી આ ટ્રકમાં એક મહિલા સાડી પહેરી ટ્રક પર ચઢી જાય છે પરંતુ કેટલીક બીજી મહિલાઓ પણ પાછળથી ટ્રક પર ચઢવાની કોશિષ કરી રહ્યા છે.
લોકડાઉનના લીધે બેરોજગાર થતાં પ્રવાસીઓએ માર્ચ મહિનાથી જ મોટા શહેરોને છોડી દીધા. જેથી કરીને તેઓ પોતાના ગામ પાછા ફરી શકે. તેમાંથી કેટલાંય સેંકડો કિલોમીટર પગપાળા ચાલી ચૂકયા છે. કેટલાંક એવા પણ છે કે જે પોતાની મુસાફરી પૂરી કરતાં પહેલાં જ જીવ ગુમાવી બેઠા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.