પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો શું છે ખાસિયતો

ઈસરો ઓક્ટોબર ના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાન અને તેના આતંકી ઠેકાણાઓ પર કડક નજર રાખવા માટે સૌથી તાકાતવાન મોનીટરીંગ સૅટેલાઇટ કાર્ટોસેટ-3 (Cartosat-3)નું લૉન્ચિંગ કરવાનું હતું. પરંતુ, કહેવામાં આવી રહ્યું છે કે કદાચ તેને લૉન્ચ કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. આ યોજનાને ઈસરોએ હાલ રોકી દીધી છે. જાણકારો મુજબ, હાલમાં ઈસરોની ટીમ વિક્રમ લૅન્ડર (Vikram Lander) સાથે સંપર્ક સ્થાપિત કરવામાં લાગી છે. તેથી કાર્ટોસેટ-3ના લૉન્ચિંગમાં હજુ થોડો વધુ સમય લાગી શકે છે. તેથી કાર્ટોસેટ-3ના લૉન્ચિંગમાં હજુ થોડો વધુ સમય લાગશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર્ટોસેટ-3ને નવેમ્બરમાં લૉન્ચ કરી શકાય છે.

કાર્ટોસેટ-3 એક સૅટેલાઇટ છે, આ કાર્ટોસેટ સીરીઝનો નવમો સૅટેલાઇટ છે. તેને પૃથ્વીથી 450 કિમી ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. પૃથ્વીનું નિરીક્ષણ કરનારો આ રિમોટ સૅન્સિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 એક અદ્યતન સંસ્કરણ છે જે કાર્ટોસેટ-2 સીરીઝના ઉપગ્રહોની આ તુલનામાં ઉત્તમ આકાશીય અને સ્પેક્ટ્રલ ગુણોથી સજ્જ છે. આ સૅટેલાઇટમાં શ્રેષ્ઠ તસવીરોની સાથે રણનીતિગત ઍપ્લીકેશન્સ પણ હશે.

આમ તો, આ સૅટેલાઇટનું કામ હશે અંતરિક્ષથી ભારતની ધરતી પર નજર રાખવી, પરંતુ તેને દેશની સરહદો પર નજર રાખવાનું પણ કામ સોંપવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષથી ભારતની જમીન પર નજર રાખવી અને પાકિસ્તાન તથા તેના આતંકી કેમ્પો પર નજર રાખવી છે. તે સરહદો પર નજર રાખશે સાથોસાથ દુશ્મન કે આતંકવાદીઓની સરહદ પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીને પણ રોકશે. આ ઉપરાંત, વિભિન્ન પ્રકારના હવામાનમાં પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ હશે. તે પ્રાકૃતિક આપત્તિઓ સમયે પણ મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.