શહેરની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફએ આજે સવારે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય છે જો કે આજદિન સુધી પગાર ન થતા તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને હોબાળો કર્યો હતો.
સ્ટાફે જણાવ્યું હતું કે અમે 150 જેટલા કર્મચારીઓ કોવિડ વોર્ડમાં ફરજ બજાવીએ છીએ. અમારો પગાર 7 મે સુધીમાં થાય છે. જો કે બીજા 6 દિવસ ગયા બાદ પણ પગાર કરવામાં ન આવતા આજે સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
જો કે હાલમાં પેશન્ટ હેરાન ન થાય અને ઉપરી અધિકારી સાથે વાત થઈ છે. કાલ સુધીમાં પગાર નહી થાય તો ફરીથી હડતાળ કરી દઈશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.