મોદીને 7 મહિનામાં 9.67 લાખ રૂપિયાની ભેટ મળી, સુષમા સ્વરાજને 6.71 કરોડની જ્વેલરી મળી હતી, થશે હરાજી

નરેન્દ્ર મોદીને આ વર્ષે મળેલી ભેટ સોગાદની હરાજી કરાઈ રહી છે. સંસ્કૃતિ મંત્રાલય મોદીને મળેલા 2,772 ભેટ સોગાદની હરાજી કરી રહ્યું છે. આ તમામ ભેટ સોગાદ દેશ વિદેશમાં અલગ અલગ પ્રવાસ પર અથવા અતિથીઓ સાથે મુલાકાત દરમિયાન ભેટમાં મળી છે. જેમાં પેઈન્ટિંગ્સ, સ્મૃતિ ચિન્હ, મૂર્તિઓ, સાલ પાઘડી અને વિવિધ પારંપરિત વાદ્યયંત્ર સામેલ છે. 14 સપ્ટેમ્બરે શરૂ કરાયેલી હરાજી 3જી ઓક્ટોબર સુધી ચાલશે. જેનાથી મળનારી રકમનો ઉપયોગ નમામિ ગંગે પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. આ ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે, જે વડાપ્રધાનથી માંડી વિવિધ મંત્રીઓ અને અધિકારીઓને મળી છે. ભાસ્કરે આ તમામ ભેટ સોગાદોનું વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે આ વર્ષ સૌથી મોંઘી ભેટ 6.7 કરોડનું છે, જે સ્વર્ગસ્થ સુષમા સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે મળ્યું હતું. આ ઉપરાંત એવી ઘણી રસપ્રદ વસ્તુઓ છે જે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ અને અધિકારીઓને ભેટમાં મળી છે.

વિદેશ મંત્રાલય જાહેર કરેલા લિસ્ટ પ્રમાણે, વડાપ્રધાને આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન વિદેશોમાંથી 43 ભેટ સોગાદ મળી છે. જેમાં 75 હજાર રૂપિયાની જાર પણ છે, જે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ જેનેબકોવે મોદીને આપ્યું હતું. જાર એક પ્રકારનું મેટલની મોટી જાર હોય છે. જેનો ઉપયોગ રશિયા અથવા સોવિયત સંઘથી અલગ થયેલા દેશોમાં પાણીને કરવા માટે થાય છે.

સુષમા સ્વરાજને સૌથી વધારે 6.74 કરોડની ભેટ સોગાદ મળી

સૌથી વધારે 44 ભેટ સોગાદ મળી, જેની કિંમત 6 કરોડ 74 લાખ રૂપિયાની આંકવામાં આવી છે. જેમાં હીરા, નીલમની જ્વેલરીથી માંડી ફુલદાની, શાલ, પેઈન્ટિગ્સ, કારપેટ અને ગોલ્ડન માસ્ક પણ સામેલ છે. તેમણે સિલ્વર-ડાયમંડ એમરાલ્ડ જ્લેલરી સેટ મળ્યો છે, જેની કિંમત 6 કરોડ 70 લાખ રૂપિયા છે. આ ઉપરાંત એક લાખ 14 હજારના સોનાના દાગીના પણ છે. પૂર્વ રક્ષામંત્રી અને હાલના નાણા મંત્રી નિર્મલા સીતારામણને 20 ગિફ્ટ મળી છે, જેમાંથી મોટાભાગની ગિફ્ટની કિંમત આંકી શકાઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.