વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેડલાઈન તો આપી પણ બાકીનુ પાનુ કોરૂ રાખ્યુઃ કોંગ્રેસ

 નરેન્દ્ર મોદીએ 20લાખ કરોડ રુપિયાનુ પેકેજ આપવાની જાહેરાત ગઈકાલે કર્યા બાદ રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, મંગળવારે પીએમ મોદીએ આપણને વધારે એક હેડલાઈન આપી પણ બાકીનુ પાનુ કોરુ છોડી દીધુ.સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયા આ કોરાના પાન માટે હોય.આજે આ કોરુ પાનુ કેવી રીતે ભરાશે તે માટે નાણા મંત્રી તરફ નજર છે.કોંગ્રેસ દરેક વધારાના રુપિયાની ગણતરી કરશે જે સરકાર હકીકતમાં ઈકોનોમીમાં નાંખશે.અમે એ પણ તપાસ કરીશું કે કોને શું આપવામાં આવશે.

ચિદમ્બમરે કહ્યુ હતુ કે, પહેલી વાત એ છે કે, લાખો મજૂરો નરક જેવી યાતાના ભોગવ્યા બાદ હવે સરકાર પાસે શું અપેક્ષા રાખી શકે છે., દેશના સૌથી ગરીબ એવા 13 કરોડ લોકોને સરકાર વાસ્તવિક રીતે શું આપશે

જ્યારે કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલે કહ્યુ હતુ કે, તમામના જન ધન એકાઉન્ટમાં 7500 રુપિયા સરકાર જમા કરાવે તે બાદ જ સરકારની જાહેરાત પર ભરોસો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.