15 મે બાદ અમદાવાદમાં ફરી એકવાર જીવનજરૂરિયાત વસ્તુઓની દુકાનો ખુલ્લી થશે. આ ઉપરાંત અમદાવાદમાં શાકભાજીનું હોલસેલ વેચાણ પણ શરૂ થવાનું છે. આજે ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં અગત્યનો નિર્ણય લેવાયો હતો. શહેરના કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો ખુલશે. અને પાંચ જગ્યાઓએ શાકભાજીનું હોલસેલ માર્કેટ શરૂ થશે.
કન્ટેન્મેન્ટ ઝોન માટે AMCનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. 10 કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જીવન જરૂરી વસ્તુઓ મળશે. 15 મે બાદ જીવન જરૂરી વસ્તુઓ મળશે.
ફળ – શાકભાજી, કરિયાણાની દુકાન ખોલી શકાશે. સવારે 8થી બપોરના 1 સુધી દુકાનો ખોલી શકાશે. દાણીલીમડા, જમાલપુર, કાલુપુર, શાહપુર, આસ્ડોડિયા, બહેરામપુરા, આસ્ટોડિયા, મણિનગર, સરસપુર, અસારવા, ખાડિયા વોર્ડમાં દુકાનો ખોલી શકાશે. ફક્ત હેલ્થકાર્ડ ઈસ્યુ કરનાર ફેરિયાઓ જ વહેંચી શકશે. અને 7 દિવસ બાદ તેઓને હેલ્થ કાર્ડ રિન્યુ કરાવવા પડશે. આ ઉપરાંત પૈસા રાખવાની અને લેવા માટેની ટ્રે સહિતનાં નિયમોનું પાલન કરવું પડશે.
આ ઉપરાંત 15મેથી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે અને તેમને ફાળવેલા વોર્ડમાં નિશ્ચિત કરેલા સમય મુજબ ખુલ્લા રાખી શકશે. વેપારીઓ શાકભાજી અને ફળફળાદી હોલસેલમાં મેળવી શકે તે માટે રિવરફ્રન્ટ પાસે આવેલા ગુજરી બજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ (દૂરદર્શન પાછળ, બોડકદેવ), જેતલપુર APMC માર્કેટ અને ડુંગળી-બટાકા માટે વાસણા APMC માર્કેટ નક્કી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.