સુરતના ઉધના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે મહિલાએ ગાળા ગાળી કરી હુમલો કર્યો

સુરતઃઉધના દરવાજા ખાતે બપોરના સમયે એક મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝઘડો સર્જાયો હતો.કાળા કાચ વાળી કાર પોલીસે ઉભી રખાવીને દંડ ફટકારી રહી હતી ત્યારે મહિલાએ નીચે ઉતરીને પોલીને ગાળો આપવાની સાથે હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. પોલીસે મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મહિલાએ જાહેરમાં મચાવ્યું તોફાન

નવા નિયમો અમલમાં આવે તે પહેલા જ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યાં હોય તેમ ઉધના દરવાજા ખાતે કારમાં કાચ પરની કાળી ફિલ્મ પ્રતિબંધિત હોય ટ્રાફિક પોલીસે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પીએસઆઈ સાથે મહિલાએ ગાળાગાળી કરી હાથાપાઈ કરી હતી. પોલીસની કેપ પણ પકડી લઈને જમીન પર ફેંકી દીધી હતી. બાદમાં મહિલા રસ્તા પર આડી પડીને બેભાન થઈ ગઈ હોય તેમ જમીન પર સૂઈ રહી હતી. બાદમાં પોલીસે 108ની મદદથી મહિલાને પોલીસ સ્ટેશન ખસેડી હતી. જ્યાં મહિલાનો પુત્ર અને પતિ પણ આવી ગયાં હતાં.

સલાબતપુરા પોલીસ મથકમાં મહિલાને લઈ જવાઈ હતી. જ્યાં પોલીસે પીએસઆઈ સાથે ફરજમાં રૂકાવટ અને હુમલા સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાથી તેમનું નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે. મહિલાની ગાળાગાળી તથા હુમલો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

500નો દંડ ભરવા કહેવાયેલું

ધનસુખભાઈ પી.કટારીયાની માલિકીની ગાડી છે. ગાડીમાં મહિલા બેઠેલી હતી ત્યારે પોલીસે અટકાવતાં જવાનને મહિલાએ કહ્યું કે તારા સાહેબને બોલાવ. પછી ત્યાં જઈને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગી. પોલીસે 500 રૂપિયાનો દંડ ભરો અથવા તમે કોર્ટમાં એન.સી લઈ લો એમ કહેવા લાગી બાદમાં ઝપાઝપી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.