રાજકોટઃ લોકડાઉન-૦3ની મુદ્દત તા.17ના પુરી થવા જઈ રહી છે ત્યારે રાજય સરકારે ઉદ્યોગોને ધમધમતા કરવા માટે જાહેર કરેલી છૂટછાટ પ્રમાણે તા.14થી રાજકોટ શહેરમાં કેન્ટોનમેન્ટ ઝોન અને બફરઝોન સિવાયના વિસ્તારમાં આવેલા 10 હજાર નાના મોટા યુનિટો શરૂ કરવા માટે જિલ્લા વહિવટી તંત્રએ કવાયત હાથ ધરી છે. જો કે, દુકાનો અને બજારો શરૂ કરવા અંગે થોભો અને રાહ જૂવોની નીતિ અપનાવાઈ છે.
ઉદ્યોગો શરૂ કરવા માટે સૌથી મોટી મુશ્કેલી મંજૂરી અને પાસની હોય આજે કલેકટર કચેરીમાં ટોળા એકઠા થઈ હતા. એકી સાથે 10 હજાર યુનિટોની મંજૂરીની કામગીરી કરવી પડે તેમ હોવાથી ઉદ્યોગકારોના ટોળા ખાળવા માટે જે તે એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સમાં મંજૂરી માટે કેમ્પ કરવા માટે કલેકટર રેમ્યા મોહને આદેશો કર્યા હતા. કલેકટરના જણાવાયા પ્રમાણે સરકારે ઉદ્યોગો શરતી મંજૂરી સાથે શરૂ કરવા માટે છૂટ આપતા અમે શહેરના અંદાજીત 10 હજાર ઉદ્યોગોને ફરી શરૂ કરવા માટે છૂટછાટો આપવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના વિવિઘ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના સંચાલકોને કલેકટર કચેરીએ મંજૂરી માટે ધક્કા નહિ ખાવા પડે જે રીતે બિલ્ડર્સને મંજૂરીઓ અપાઈ છે તે રીતે આ મંજૂરી અપાશે. કામદારોના લિસ્ટ, જરૂરી પુરાવા, બાંહેધરીપત્ર આપવાના રહેશે. તેમાં એક સાઈડમાં જે તે એસોસિેએશન સહીસિક્કા કરશે અને બીજી તરફ સરકારી અધિકારીઓ મંજૂરના સહી સિક્કા મારી આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.