166 જમાતીઓની કબૂલાતઃ ‘મૌલાના સાદે જ મરકજમાં રોકાવા માટે કહેલું’

ક્રાઇમ બ્રાંચે ગૃહ મંત્રાલયને 700 વિદેશી જમાતીઓના પાસપોર્ટ કેન્સલ કરવા માટે જણાવ્યું

મૌલાના સાદ સરકારી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવવાનું ટાળીને ક્રાઈમ બ્રાન્ચથી બચી રહ્યો છે

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મૌલાના સાદના દીકરા અને સંબંધીઓ સહિત કુલ 166 જમાતીઓની પુછપરછ કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ મોટા ભાગના જમાતીઓએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્વીકાર્યું હતું કે, મૌલાના સાદે જ 20મી માર્ચ બાદ મરકજમાં રોકાવા કહ્યું હતું. મોટા ભાગના જમાતીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે, તેઓ પોતાની જાતે મરકજમાંથી નીકળવા ઈચ્છતા હતા પરંતુ મૌલાના સાદે તેમને એવું કરતા અટકાવ્યા હતા.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે મૌલાના સાદ જાણીજોઈને પોતાનો કોવિડ-19 રિપોર્ટ સરકારી હોસ્પિટલમાંથી કરાવવાનું ટાળી રહ્યા છે કારણ કે, તેઓ જાણે છે કે સરકારી હોસ્પિટલમાંથી કરાવેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તે સાથે જ ક્રાઈમ બ્રાન્ચ તેમને પુછપરછ માટે બોલાવી લેશે. મૌલાના સાદ જાણે છે કે, જ્યાં સુધી તે પોતાનો કોરોના નેગેટિવવાળો રિપોર્ટ નહીં આપે ત્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચ મેડિકલ પ્રોટોકોલ અંતર્ગત તેને પુછપરછ માટે નહીં બોલાવી શકે.

મૌલાના આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને પોતાના વકીલો દ્વારા મીડિયાના એક વર્ગમાં ખોટા સમાચારો છપાવીને પોતાના માટે પુરાવા ભેગા કરી રહ્યો છે. આમ કરીને તે સમાચારના કટિંગ્સ કોર્ટમાં રજૂ કરીને પોતાનો પક્ષ મજબૂત બનાવવા ઈચ્છે છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે તેમના પાસે ઘણા બધા પુરાવા છે જેનાથી સાબિત થાય છે કે, નિઝામુદ્દીનના મરકજમાં પોલીસની નોટિસ બાદ પણ લોકોને જાણીજોઈને રોકવામાં આવેલા. આ વાત સાબિત કરવા માટે ક્રાઈમ બ્રાંચે 166 જમાતીઓના નિવેદન નોંધ્યા છે. તે સિવાય ક્રાઈમ બ્રાંચે ગૃહ મંત્રાલયને 700 વિદેશી જમાતીઓના પાસપોર્ટ કેન્સલ કરવા માટે જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.