કોરોના સંકટને જોતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ભવને જાણકારી આપી છે કે રાષ્ટ્રપતિ પોતાનું એક મહિનાનું વેતન પીએમ કેર ફંડમાં આવી રહ્યા છે સાથે એક વર્ષ સુધી પોતાના વેતનના 30 ટકા દાન કરશે. આ સાથે અન્ય ઘણા પ્રસ્તાવો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નહીં ખરીદી નવી કાર
રાષ્ટ્રપતિ ભવને જારી એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે લિમોઝીન કાર ખરીદવાનો પ્રસ્તાવ પણ સ્થગિત કરી દીધો છે. હકીકતમાં, રામનાથ કોવિંદને આ વર્ષે એક બ્રાન્ડ-નવી લિમોસિન ખરીદવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. કારણ કે અત્યાર સુધી તેઓ મર્સિડીઝ-બેન્જ એસ ક્લાસ (એસ 600) પુલમેન ગાર્ડના જૂના મોડલનો પ્રયોગ કરી રહ્યા છે. તેથી 2021 ગણતંત્ર દિવસની અવસર પર નવી લિમોઝીન કારથી તેમણે પરેટ પર આવવાનું હતુ પરંતુ કોરોના સંકટને જોતા તે રદ્દ કરી દેવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.