ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના શ્રમ કાનૂનમાં મોટા બદલાવના એલાન બાદ ગુજરાતે પણ નવા પ્રોજેક્ટને લેબર લોના પ્રાવધાનોથી છૂટ આપી છે. જોકે આ છૂટ ત્યારે જ લાગૂ થશે જ્યારે યૂનિટ ઓછામાં ઓછૂ 1200 દિવસો માટે પ્રતિબદ્ધ હોય. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલાન કર્યું કે, વર્તમાન મજૂર કાયદા હેઠળ અકસ્માતની સ્થિતિમાં ન્યૂનતમ વેતન, સલામતી અને વળતર સંબંધિત નિયમો અમલમાં રહેશે અને આ ત્રણ કેસોમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
અહિં તમને જણાવી દઇએ કે મજૂર કાયદામાં જ્યાં ફેરફાર કરવામાં આવ્યો છે તે ત્રણેય રાજ્યમાં બીજેપીની સરકાર છે. નવા કાનૂનમાં મજૂરો માટે નિયમ 8ના બદલે 12 કલાક કામ કરવાની જોગવાઈ છે. કંપનીમાં વર્કરને રાખવા કે કાઢવા તેની સત્તા પણ કંપનીને આપવામાં આવી છે. નવા કાનૂનમાં ટ્રેડ યુનિયનનો કોઈ રોલ નહિ હોય અને 50 વર્કર હોઈ તેવા લેબર કોન્ટ્રાક્ટરની નોંધણી નહિ થાય.
વિજય રૂપાણીએ એવુ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર તે કંપનીઓનું સ્વાગત કરે છે જે વર્તમાનમાં અમેરિકા, ચીન અને બીજા અન્ય દેશોમાં કામ કરી રહી છે અને ગુજરાતમાં ફિફ્ટ થવા માંગે છે. અને આ સંદર્ભમાં તેઓ અન્ય દેશોમાં ભારતીય દૂતાવાસોમાં સંકલન કરી રહ્યા છે. તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, રાજ્યના અધિકારી તે કંપનીઓને આકર્ષિત કરવા માટે કામ કરી રહ્યા છે જે ચીનથી પોતાને બહાર નીકાળવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.