ટ્રમ્પે ચીનને આપી સૌથી મોટી ધમકી, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આવી શકે ભૂકંપ

અમેરિકાએ અત્યારે ચીન વિરૂદ્ધ સૌથી વધારે આક્રમક વલણ અપનાવ્યુ છે. અમેરિકા કોરોના વાઈરસના વધતા કેસ માટે માત્ર ચીનને જ જવાબદાર માનવામાં આવી રહ્યુ છે.

હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના ફેલાવવાને ધ્યાનમાં રાખીને ચીન સાથેના સમગ્ર સંબંધ તોડવાની ધમકી છે. જીવલેણ કોરોના સંક્રમણે દુનિયાભરમાં લગભગ ત્રણ લાખ લોકોના જીવ લીધા છે જેમાં 80,000થી વધારે અમેરિકી સામેલ છે.

સંબંધ તોડવાની આપી ધમકી

ટ્રમ્પે કહ્યુ કેટલીક બાબતો એવી છે જે અમે કરી શકીએ છીએ. અમે તમામ સંબંધો તોડી શકીએ છીએ. છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રપતિ પર ચીન વિરૂદ્ધ કાર્યવાહી કરવાનુ દબાણ વધી રહ્યુ છે. સાંસદો અને વિચારકોનું કહેવુ છે ચીનની નિષ્ક્રિયતાની કારણે વુહાનથી દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાલ વાત કરવા ઈચ્છતા નથી. જોકે તેમના જિનપિંગ સાથે સારા સંબંધ છે. ટ્રમ્પે કહ્યુ કે ચીને તેમને નિરાશ કર્યા છે. તેમણે એ પણ કહ્યુ કે અમેરિકાએ ચીને વારંવાર કહ્યુ કે કોરોના વાઈસની ઉત્પતિની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને વુહાનની લેબમાં જવાની પરવાનગી આપવામાં આવે પરંતુ તેમણે ઈનકાર કરી દીધો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.