2.1 ચો. કિ.મી. વિસ્તારમાં 7.50 લાખની વસ્તી !
– કોરોનાના સંક્રમણનો ભય : એક લાખથી વધુ ઝુંપડીઓ, એક ઝુંપડીમાં સરેરાશ સાતેક જણા રહે છે
– મહારાષ્ટ્ર સરકાર માટે મોટો પડકાર : 1886માં બ્રિટીશ શાસનમાં ધારાવી વિકસ્યો
એશિયાની સૌથી મોટા ઝુંપડપટ્ટી વિસ્તાર મુંબઈના ધારાવીમાં કોરોનાના કેસ જે ભયજનક રીતે વધી રહ્યા છે તેના કારણે મહારાષ્ટ્રની સરકાર ભારે ચિંતામાં પડી ગઈ છે ધારાવીમાં ૧૦૭૦ જેટલા કેસ છે.
ધારાવીમાં જો આગામી અઠવાડિયામાં કોરોનાનો ચેપ વધુ પ્રસરશે તો મહારાષ્ટ્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કેન્દ્રની અને અન્ય રાજ્યો જ્યાં કોરોનાની અસર ઓછી છે તેની મદદ લેવી પડે તેમ છે. મહારાષ્ટ્ર સરકારે જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતાં સ્ટેડિયમો, ખુલ્લા મેદાનો, મેરેજ હૉલ તેમજ ખાનગી સંકુલો અને હોટલોના રૂમોની તૈયારી કરવા માંડી છે.
ધારાવીમાં ૨.૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ ૭.૫૦ લાખથી વધુ લોકો રહે છે. ૧૦ બાય ૧૨- ૧૪ ફૂટની ઝુંપડી કે કાચી પાકી ઓરડીમાં સરેરાશ છથી આઠ માણસ રહે છે. ધારાવી વિશ્વમાં સૌથી ગીચતા ધરાવતો વિસ્તાર છે. ૬૪ ટકા હિન્દુ, ૩૦ ટકા મુસ્લિમ અને છ ટકા ખ્રિસ્તી ધર્મીઓ એખલાસથી રહે છે.
વર્ષોથી ધારાવી જે તે સરકાર દ્વારા ઉપેક્ષિત રહેતું હોઈ ભારે ગંદકી અને સ્વાસ્થ્યની રીતે હંમેશા જોખમી રહ્યું છે. ગટર વ્યવસ્થા, ઉકરડાનો નિકાલ તેમજ હવા-ઉજાસ પણ નહીં હોઈ ધારાવીમાં નિયમિત રીતે સેંકડો ઝાડા-ઉલ્ટી તેમજ ફેફસાની બીમારીના દર્દીઓને સારવાર આપવી પડે છે.
હવે કોરોનાનું સંક્રમણ શરૂ થતું હોઈ મહારાષ્ટ્રમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.
સામસામે હારબંધ ઝુંપડપટ્ટી વચ્ચે ઘણી જગ્યાએ દસેક ફૂટનો રસ્તો માંડ છે. કેટલીક ઝુંપડીઓ ડબલ ડેકરની છે જેમાં બે પરિવાર છે. મુંબઈમાં રોજીરોટી માટે નજીવી રકમ સાથે આવનારને પણ છ જણા રહી શકે તેવી ૧૨ બાય ૧૨ની ઝુંપડી રૂા. ૨૦,૦૦૦ના ભાડાથી માંડ મળી શકે છે.
ચાલુ દિવસે તો ઘરના બધા સભ્યો મજૂરીએ જતા હોઈ પરિવારો સંકડામણ ચલાવી લે છે. પણ લૉકડાઉનમાં તેઓની સ્થિતિ સૌથી કફોડી બની છે કેમકે, નાની ઓરડીમાં છ- આઠ જણાને અસહ્ય ગરમીમાં રહેવું પડે છે. હવા-ઉજાસની પૂરતી વ્યવસ્થા નહીં હોઈ બધા હરોળબંધ તેમની હાથલારી, રીક્ષા કે પલંગ ઢાળીને બેઠા હોય તો કોરોનાથી બચવા સોશ્યલ ડિસ્ટિંગ રાખવું તો બિલકુલ શક્ય નથી.
જો કે આટલી ગીચતા હોવા છતાં ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કોરોના વોરિયર્સ ભારે જોખમ ઉઠાવીને ધારાવીમાં પ્રવેશે છે. રહીશોના કોરોના ટેસ્ટ થાય છે અને લક્ષણ ધરાવતા દર્દીઓને હૉસ્પિટલ પણ પહોંચાડે છે.
આ સાડા સાત લાખ રહીશોનો બીજો એક પડકાર એ છે કે તેઓની રોજીરોટી બંધ છે. ધારાવીમાં જ એવી ઝુંપડીઓ અને નાના ઘરો છે જેમાં ઉપરના માળમાં એમ્બ્રોડરી, ગાર્મેન્ટ, હોઝીયરી, કટલરીના ગૃહ ઉદ્યોગની જેમ કંપનીઓના જોબવર્ક તૈયાર થાય છે. ધારાવી ઝુંપડપટ્ટી વર્ષે રૂા. ૭૦૦૦ કરોડનું ઉત્પાદન કરતા એકમો પણ ધરાવે છે.
બ્રિટિશરોએ મુંબઈનો વિકાસ દરિયાઈ પટ્ટીને નજરમાં રાખીને કર્યો હતો. રોજી માટે ચર્મકાર્ય કરનારા, કુંભાર, લુહાર, માછીમારો વસી શકે તેથી ૧૮૮૬માં ધારાવી ઝુંપડપટ્ટી આકાર પામવા માંડી ૧૮૮૭માં ધારાવીમાં મસ્જિદ અને ૧૯૧૩માં ગણપતિ મંદિર બન્યું હતું. ૧૮૧૯ના સ્પેનીશ ફ્લૂમાં પણ હજારોના મૃત્યુ થયા હતા.
આજે તો ધારાવી મુંબઈના સૌથી ધનાઢ્ય વિસ્તાર બાંદરા- કુર્લાથી નજીક છે ધારાવીની અબજો રૂપિયાની મોકાની જમીન પર ઝુંપડપટ્ટી હોઈ માત્ર ભારતના જ નહીં દુબઈ, સિંગાપોર, બ્રિટનના રીઅલ એસ્ટેટ ડેવલપરોને તેના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રસ છે જે માટે ૩૦,૦૦૦ કરોડનો અંદાજ મંડાય છે.
કોરોનામાં જે રીતે ધારાવીને લીધે મહારાષ્ટ્રમાં મુસીબત સર્જાઈ રહી છે તે જોતાં આગામી અઠવાડિયા તો ખૂબ જ નિર્ણાયક છે ૧.૭ માઇલ જેવા વિસ્તારમાં ૭.૫૦ લાખ લોકો રહેતા હોઈ જો ચેપ ફેલાશે તો ઐતિહાસિક અમંગળ ઘટના આકાર પામી શકે તેમ છે. મહારાષ્ટ્ર સરકાર ધારાવી જાણે મુંબઈ ઉપરાંતનો અલાયદો એપિસેન્ટર જેવો પડકાર હોય તમ તેના માટે અલગ ડિઝાસ્ટર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.