ચોમાસા ની સીઝન અને ભારે વરસાદને લીધે પહેલાથી જ ડુંગળી, લસણ, ટામેટાં અને લીલા શાકભાજીના ભાવ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા ખંખેરી રહ્યું છે, પરંતુ હવે આ તહેવારની સીઝનમાં કઠોળના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું રસોઈનું બજેટ બગડી ગયું છે.
છેલ્લા એક અઠવાડિયામાં દેશના મોટા બજારોમાં અડદના જથ્થાબંધ ભાવોમાં ક્વિન્ટલ દીઠ રૂ. 450-850નો વધારો થયો છે. અડદની સાથે મગ, મસૂર અને ચણાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અડદની સાથે મગ, દાળ અને ચણાના ભાવ પણ વધી ગયા છે. અગાઉથી જ ડુંગળી, લસણ, લીલા મોંઘા છે. ત્યારે કઠોળમાં પણ ભાવ વધારાની ચાલ ચાલુ રહેતા તહેવારો ટાણે રસોઈનું બજેટ ખોરવાઈ ગયું છે
વર્ષ 2018-19ના તમામ કઠોળનું કુલ ઉત્પાદન 234.8 લાખ ટન થવાનો અંદાજ છે, વપરાશ 240 લાખ ટન રહેવાનું અનુમાન છે. કઠોળના બજારના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કઠોળ વધુ મોંઘી થશે કારણ કે વરસાદને કારણે અડદના પાકને ભારે નુકશાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.