નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકાર તરફથી આપવામાં આવેલ 20 લાખ કરોડના પેકેજની બીજી રાહત બાદ ગુરૂવારે પરપ્રાંતિય શ્રમિકો માટે કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જો કે જાણકારોનું માનવુ છે કે સરકારની આવી જાહેરાત કે રાહત પેકેજથી પરપ્રાંતિય શ્રમિકોની સમસ્યા દુર થશે નહી હાલ શ્રમિકોની હાલત ખુબજ ખરાબ છે.
સૌ પ્રથમ તો એ જાણીએ કે નાણા મંત્રીએ શું જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે સરકાર શ્રમિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. સામાન્ય મજૂરીનો અધિકાર મજૂરોને આપવાની તૈયારીમાં છે. અલગ અલગ ક્ષેત્રના મજૂરોને અલગ અલગ મજૂરી ન આપવી એક સરખી રીતે તમામનું મુલ્યાંકન કરવુ. તમામ મજૂરોનું વાર્ષિક હેલ્થ ચેકઅપ અનિવાર્ય છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે ESIC લાભ પર પણ વિચાર કરવામાં આવશે, જે 100થી ઓછા કર્મચારીઓ અને 10થી ઓછા કર્મચારીઓ વાળી કંપનીઓ એકમ માટે ESIC કવરેજ અનિવાર્ય બનાવવા ઇચ્છી રહ્યા છે. જ્યાં શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા છે તેમની સામાજીક સુરક્ષા લાવવા પર વિચાર કરાશે.
તાત્કાલીક રોકડનો લાભ કેમ નહી?
જે લોકો પાસે રાશન કાર્ડ નથી તેમને પણ અનાજ આપવામાં આવશે. જેનો આઠ લાખ કરોડ લોકો ફાયદો ઉઠાવી શકશે. મોટા ભાગના ક્ષેત્રોમાં જે રીતે કામ થઈ રહ્યુ છે તે તમામની માહિતી જાહેર કરવી શક્ય નથી. હાલ મોટા પાયે શ્રમિકો રસ્તા પર આવી ગયા છે પૈસા ખુટી ગયા છે તેમનું જીવન નિર્વાહ કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.