ઔરંગાબાદમાં ટ્રેન નીચે આવી જતાં 16 મજુરોના મોત મામલે સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાની મનાઈ કરી દીધી છે. અરજીકર્તાઓએ આ પ્રકારની બીજી ઘટનાનો પણ હવાલો આપ્યો હતો. પરંતુ કોર્ટે કહ્યું કે, જે લોકો માર્ગ પર નિકળી આવ્યા છે. તેમને આપણે પરત મોકલી શકીએ નહી અને કોર્ટે તેમ પણ કહ્યું કે, જો લોકો રેલના પાટા પર સુઈ જશે તો તેમને કોઈ કેવી રીતે બચાવી શકે?
અરજીકર્તાએ દલીલોની શરૂઆત કરતા ઔરંગાબાદની ઘટનાનો હવાલો આપ્યો અને કહ્યું કે, 16 મજૂરો માલગાડી નીચે કપાઈને મરી ગયા આના પર બેચના સભ્ય જસ્ટિસ કૌલે કહ્યું કે, જો લોકો રેલના પાટા પર સુઈ જશે તો તેમને કોઈ કેવી રીતે બચાની શકે? જે બાદ અરજીકર્તાએ મધ્યપ્રદેશના ગુનામાં થયેલા માર્ગ અકસ્માતનો ઉલ્લેખ કર્યો જેમાં ટ્રકમાંથી પોતાના વતન પરત ફરી રહેલાં 8 મજૂરોના મોત થઈ ગયા. જજે કહ્યું જે લોકો માર્ગ પર આવી ગયા છે, તેમને પરત મોકલી શકાય નહી.
સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારના વકિલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને દરેક મજુરોને તેમના વતન મોકલાની વ્યવસ્થામાં લાગેલી છે પરંતુ ઘણાં લોકો પોતાનો વારો આવવાની રાહ નહી જોઈ રહ્યાં. તેઓ બેચેન થઈને રોડ પર ચાલવા માંડ્યાં છે. અમે તેમના પર કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ પણ કરી શકીએ નહી. આવું કરવું વધારે નુંકસાનકારક થઈ શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.