યોગી સરકારનો નિર્ણય, પગપાળા કે ટ્રકમાં આવી રહેલા મજુરો UPમાં નહી મળે એન્ટ્રી

.

ઉત્તરપ્રદેશની સરહદમાં હવે પ્રવાસી મજુરો અવૈધ વાહનો, બાઈકથી કે પગપાળા નહી આવી શકે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજૂરોના પલાયન પર સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓને આપેલા આદેશમાં સ્પષ્ટપણે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, કોઈ પણ પ્રવાસી નાગરિકોને પગપાળા, ગેરકાયદે કે અસુરક્ષિત વાહનોમાં મુસાફરી કરવા દેવામાં આવે નહી.

ઉત્તરપ્રદેશના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ શુક્રવારે કહ્યું કે, મુખ્યમંત્રી યોગીએ ઓરૈયા માર્ગ અકસ્માત પર સંવેદનના વ્યક્ત કરતા તમામ સિનિયર અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, કોઈ પણ પ્રવાસી નાગરિકને પગપાળા, ગેરકાયદે કે અસુરક્ષિત વાહનોની મુસાફરી કરવા દેવામાં આવે નહી.

તેમણે કહ્યું કે, પ્રવાસીઓ માટે દરેક બોર્ડર પર 200 બસો બોર્ડરના જિલ્લામાં વ્યવસ્થિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં 449 ટ્રેનો આવી ચૂકી છે. આ સમગ્ર દેશમાં સૌથી વધારે સંખ્યા છે. આ ટ્રેનોથી 5 લાખ 64 હજાર લોકો મુસાફરી કરી ચુક્યા છે. શનિવારે જ 75 ટ્રેનો આવશે, વધું 286 ટ્રેનોના સંચાલનને સહમતિ આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, જો બધી જ સંખ્યા ગણવામાં આવે તો લગભગ 9 લાખ 50 હજાર લોકોને લાવવામાં આવી ચુક્યાં છે અને કાં તો લાવવાના છે. અન્ય પ્રદેશોથી પ્રદેશની સીમામાં પગપાળા, ટુ વ્હિલર અને ટ્રક દ્વારા કોઈ પણ પ્રવાસી વ્યક્તિના આવવાની હવે મંજુરી નહી હોય.

મુખ્ય સચિવે નિર્દેશ આપ્યા છે કે, પ્રવાસીઓને ક્વોરન્ટીન, શેલ્ટર હોમ કે અન્ય જિલ્લામાં મોકલવા માટે પુરતી સંખ્યામાં ખાનગી અને શાળાની બસોની વ્યવસ્થા કરવામાં આવે. પગપાળા વ્યક્તિ જો કોઈ પ્રકારે જિલ્લામાં આવે તો તેમને ત્યાં જ રોકીને સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર આદેશ અનુરુપ કાર્યવાહી કરવામાં આવે. કોઈ પણ પ્રવાસીને માર્ગ કે રેલવે લાઈન પર ચલાવા દેવામાં આવે નહી.

તેમજ મુખ્ય સચિવે તે પણ નિર્દેશ આપ્યા છે કે, કોવિડ-19ની અટકાવવા, ઉપચાર અને બચવામાં લાગેલા કર્મચારીઓને ફરજ દરમિયાન માસ્ક પહેરવું અનિવાર્ય હશે. દરેક જાહેર સ્થળે હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરાવવામાં આવે. નોડલ અધિકારી સમયાંતરે તમામ વ્યવસ્થાઓનું ખાસ ધ્યાન રાખે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.