કેટલાક અધિકારીઓ ઢોંગના નામે પણ જવાબદારીઓ નથી નિભાવી રહ્યા : ઓબામા

– ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિએ વૈશ્વિક મહામારી સામે લડવા માટે અમેરિકાના નેતૃત્વની ટીકા કરી

– બરાક ઓબામાએ સ્નાતક વિદ્યાર્થીઓને લાઇવ સ્ટ્રીમિંગ કાર્યક્રમ દ્વારા સંબોધિત કર્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શનિવારે કેટલાક અધિકારીઓની ટીકા કરી છે. તેમણે કોલેજના ગ્રેજ્યુટ્સ વિદ્યાર્થીઓને ઓનલાઇન સંબોધિત કરતા કહ્યુ કે આ મહામારીએ દર્શાવી દીધું છે કે ઘણા બધા અધિકારીઓ તો ઢોંગ કરવાના નામે પણ જવાબદારીઓ નથી નિભાવી રહ્યા.

ઓબામાએ યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વિટર પર પ્રસારિત ઐતિહાસિક બ્લેક કોલેજ અને વિશ્વવિદ્યાલય માટે બે કલાકનું લાઇવ સ્ટ્રીમિંગ કાર્યક્રમ દરમિયાન વાત કરી હતી. તેમની ટિપ્પણી રાજકીય હતી તથા વાયરસ અને તેના સામાજિક અને આર્થિક અસરથી આગળ વર્તમાનની ઘટનાઓ પર આધારિત હતી.

ઓબામાએ કહ્યુ, ‘આ મહામારીના લીધે હવે પડદો ઉઠી ગયો છે કે બધા લોકોને જાણ થઇ ચુકી છે કે તેઓ શું કરી રહ્યા છે. તેમાંથી ઘણા બધા અધિકારીઓ દેખાડો પણ નથી કરી રહ્યા કે તેઓ શેના માટે જવાબદાર છે.’ જો કે પોતાના સંબોધનમાં ઓબામાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો કોઇ અન્ય ફેડરલ અથવા અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.

ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિએ વિશ્વની આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરનાર સ્નાતક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને તેમની પ્રશંસા કરી હતી. તેમણે ફેબ્રુઆરીમાં બનેલી ગોળીબારીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં 25 વર્ષીય અહમદ અરબેરીની તે સમયે હત્યા કરવામાં આવી હતી જ્યારે તે જૉર્જિયામાં રોડ પર જોગિંગ કરી રહ્યો હતો.

ઓબામાએ કહ્યુ, ‘પ્રમાણિકતાથી કહુ તો આ પ્રકારની બીમારી માત્ર અંતર્ગત અસમાનતાઓ અને વધારાના બોજને ઉજાગર કરે છે જેનો ઐતિહાસિક રીતે બ્લેક સમુદાયે સામનો કરવો પડે છે. આપણે આ પરિસ્થિતિને આપણા સમુદાય પર કોવિડ-19ની વિપરીત અસરની જેમ જોઇ શકીએ છીએ. જેમ કે આપણે જોઇએ છીએ કે, જો એક બ્લેક પુરુષ જોગિંગ માટે જાય છે તો કેટલાક લોકોને લાગે છે કે તેમણે તેને અટકાવીને પ્રશ્ન પૂછવા જોઇએ અને જો જવાબ ન આપે તો તેને ગોળી મારી દેવી જોઇએ.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.