અમદાવાદમાં રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવા અભિયાન: મેડિકલ રથથી પ્રાથમિક સારવાર

– કોટ વિસ્તારના 10 કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં 1 વોર્ડ પ્રમાણે 4 વાન મુકીને રહીશોને સારવાર અપાય છે

 

અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વાર્તાવીને અનેક લોકોને હોસ્પિટલ ભેગા કરી દીધા છે, જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત મેડિકલ રથથી નાગરિકોને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં દરિયાપુર શાહપુર, જમાલપુર, દાણીલીમડા, મણીનગર, ગોમતીપુર સહિતના દસ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં આજે સવારથી મેડિકલ રથ દ્વારા નાગરિકોને ચેકિંગ કરીને દવા આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.