કોરોના કહેર : દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4987 નવા કેસ સામે આવ્યા

– કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 90 હજારને પાર પહોંચી

– દેશભરમાં અત્યાર સુધીમાં કુલ કેસના 35 ટકા લોકો સાજા

ભારતમાં કોરોના વાયરસે અત્યાર સુધીના બધા રેકૉર્ડ તોડી દીધા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 4987 નવા કેસ સામે આવ્યા છે 120 દર્દીના મૃત્યુ થયા છે. કોરોના પોઝિટિવ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ચાર દિવસ પહેલા 13મે ના રોજ કોરોના પોઝિટિવના 4200 કેસ સામે આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના રવિવારે સવારે 9:15 કલાકના અપડેટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 90,927 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 53,946 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 2872 દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે. જ્યારે 34,108 દર્દી સાજા થઇને ઘરે પરત આવી ગયા છે.

35 ટકા રિકવરી રેટ

છેલ્લા 24 કલાકમાં 3956 દર્દી સારવાર બાદ સાજા થયા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીના કુલ કેસના 35 ટકા લોકો એટલે કે 31,873 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે અને સાજા થઇને ઘરે પરત આવી ગયા છે.

ગુજરાત દેશનું બીજુ રાજ્ય બની ગયુ છે જ્યાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શનિવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતમાં 348 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ દરમિયાન 67 લોકોના મૃત્યુ થયા છે. શનિવારે જ મહારાષ્ટ્રમાં 1606 નવા કેસ સામે આવ્યા હતા. આ બીજો એવો દિવસ હતો જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો 1000ને પાર ગયો હતો. હાલ મહારાષ્ટ્રમાં 30,706 કોરોના પોઝિટિવ કેસ છે.

મધ્ય પ્રદેશમાં પણ પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. શનિવારે જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1000 કેસ સામે આવ્યા છે. ઇન્દૌરમાં જ્યાં 92 નવા કેસ સામે આવ્યા છે ત્યાં રાજ્યભરમાં કુલ 4928 કેસ છે.

ઉત્તરપ્રદેશમાં પણ શનિવારે 203 કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 4264 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. રાજસ્થાનમાં સતત ચોથા દિવસે 200 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 4960 કેસ સામે આવ્યા છે. આ સાથે જ તમિલનાડુમાં શનિવારે 477 કેસ સામે આવ્યા અને અત્યાર સુધીમાં 939 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે, જમ્મુ કાશ્મીરમાં શનિવારે એક દિવસમાં સૌથી વધારે 108 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.