25મીએ ઈદ પછી અમદાવાદમાં લોક ડાઉન હળવું થશે, ત્યાં સુધી યથાવત રહી શકે

શહેરમાં 15મેની સાંજથી 16 મેની સાંજ સુધીમાં કોરોના973 કેસ નોંધાયા છે અને 14ના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ કેસ 8144 અને મૃત્યુઆંક 493એ પહોંચ્યો છે જ્યારે 2545 દર્દી સાજા થઈ ગયા છે.ગુજરાત સરકારના અધિકારીઓ અમદાવાદમાં પણ 31 મે સુધી લોકડાઉન લંબાવવાના મૂડમાં છે.31મે સુધી ના લંબાવી શકાય તો 25 મે સુધી તો કરવાની તૈયારી છે. આ અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. જ્યારે 21 દિવસની કન્ટેઈન્મેન્ટ ઝોનની સમીક્ષા 24મેના રોજ કરવામાં આવશે, એટલે કે 25મી એ ઈદપુરી કરીને લોકડાઉન ખોલવામાં આવી શકે છે.

કલેક્ટર કચેરીનાં 11 કર્મચારીઓને કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારેનાયબ મામલતદાર દિનેશ રાવલનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેમજઅન્ય ત્રણ મામલતદારને પણ કોરોના થયો છે. મૃતક નાયબ મામલતદારદિનેશ રાવલ 15 દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ ગઇકાલે અચાનક તેમની તબિયત લથડતા મૃત્યુ થયું છે. તો બીજી તરફ એડિશનલ કલેકટર પણ સ્ટ્રેસને કારણે રજા પર ઉતર્યાં છે.રેસિડન્ટ એડિશનલ કલેકટરનાં પી.એને પણ કોરોના પોઝિટિવ આવતાકલેકટર કચેરીમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. ઘાટલોડિયાના PSIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો શહેરમાં વધુ એક પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇનો કોરોના પોઝિટિવ આવ્યો છે. પીએસઆઇને કોરોનાપોઝિટિવ આવતા ઘાટલોડિયા પીઆઇ સહિત અનેક પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટીન થયા છે.અમદાવાદમાં એક દિવસમાં 973 કેસ આવતાં છુપાવવાનો કારસો? મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ 20 એપ્રિલથી સુપરસ્પ્રેડર્સની તપાસ શરૂ કરાવી હતી. જે બાદ 15 મે સુધી સુપરસ્પ્રેડર્સની તપાસ ચાલુ હતી. આ દરમિયાન પોઝિટિવ આવેલા કેટલાક તો સાજા થઇને ઘરે જતાં રહ્યા છે. સૂત્રો અનુસાર અગાઉના આંકડામાં આ સુપરસ્પ્રેડર્સના નામ સમાવાયા હતા. તો શનિવારે અગાઉ જે લોકોના નામ યાદીમાં સમાવાયા હતા તેમના નામ ફરીથી કેમ સમાવાયા તે બાબતે પ્રશ્નો ઉભા કર્યા છે. વાસ્તવમાં શહેરમાં એક દિવસમાં 973 કેસ આવતાં તેને દબાવવા માટે સુપરસ્પ્રેડર્સને આગળ ધર્યા હોવાનું મનાય છે. જોકે આ બાબતે અધિકારને પૂછતાં તેમણે કોઇ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.