– 46 પોઝિટિવ તો માત્ર રેડિયોથેરાપી વિભાગના
અમદાવાદના અસારવા વિસ્તારમાં સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં કોરોનાના 84 પોઝિટિવ પેશન્ટ થઇ ગયા છે. આમ છતાં હોસ્પિટલ ચાલુ રાખવામાં આવી છે. જેનાથી હોસ્પિટલના બાકીના સ્ટાફને કેન્સરના દર્દીઓ પર કોરોનાનું જોખમ વધ્યું છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વીસ દિવસ અગાઉ અમદાવાદમાં નોંધતા કોરોનાના દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવા માટે રાખવા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોવિડના દર્દીઓની સારવાર પૂરતા માસ્ક કે હેન્ડગ્લોવ્ઝ કે કીટ વગર કરવામાં આવતા રેડિયોથેરાપી વિભાગમાં નર્સ પહેલા પોઝિટિવ બન્યા હતા.
બાદમાં આ સંખ્યા વધી 63 પર પહોંચી હતી. ગુજરાત સમાચાર દ્વારા અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. છતાં હોસ્પિટલને બંધ કરી સેનિટાઇઝેશન ન કરવામાં આવતા શનિવારે વધુ એક પોઝિટિવ કેસ નોંધતા કુલ 84 લોકો કોરોના પોઝિટિવ થયા છે. આ પૈકી 46 તો રેડિયોથેરાપી વિભાગના જ છે.
અગાઉ રોજ ઓપીડીમાં 800 થી વધુ લોકો બતાવવા આવતા હતા. એમની સંખ્યા ઘટી ગઈ છે. ઉપરાંત જે 400 દર્દીઓ ઇન્ડોર દર્દી હતા. તે ઘટીને 40 થઈ ગયા છે. છતાં એલજી હોસ્પિટલની જેમ આ હોસ્પિટલને થોડા સમય માટે બંધ કરી સૅનેટાઇઝ કરવામાં આવતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.