કોરોના સતત વધતા પ્રકોપ વચ્ચે અને લોકડાઉન 4ને લઈ મહત્વની જાહેરાત પહેલા આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અશ્વિની કુમારે આ દરમિયાન કહ્યું કે આજે સાંજે 5 કલાકે હાઈપાવરના કોર કમિટીની બેઠક યોજાશે. આ બેઠક બાદ રાત સુધીમાં ગુજરાતમાં ગાઈડલાઇન બહાર પાડવામાં આવશે.
અશ્વિની કુમારે કહ્યું કે આ બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ થશે અને બેઠકમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે. બેઠક બાદ સાંજ સુધીમાં ડિટેઇલ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે. ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. આ સિવાય અશ્વિની કુમારે માહિતી આપી કે રાજ્યમાં વેપાર, ઉદ્યોગને લઈ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે.
અશ્વિની કુમારે જાહેરાત કરતા કહ્યું કે આજેથી 27 મે સુધી વિનામુલ્યે અનાજ મળશે. આજથી અનાજ વિતરણની કામગીરી શરૂ કરાઈ છે. જે 27 મે સુધી ચાલશે. તેમણે જણાવ્યું કે ઘઉં અને ચોખાનો જથ્થો અપાઈ રહ્યો છે. અમદાવાદ ખાતે આવતીકાલથી APL-1 કાર્ડધારકોને અનાજ મળશે. રેશનકાર્ડનો આંકડો 1 અથવા 2 હોય તેમને અનાજ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.