કોરોના વાયરસના ગંભીર સંકટથી ઝઝૂમતા મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉનનો સમયગાળો 31મી મે સુધી વધારી દીધો છે. કોવિડ-19ના પ્રસારને રોકવા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે લોકડાઉનને 31મી મે સુધી વધારી દીધું. બે દિવસ પહેલાં જ હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન વધાર્યું હતું પરંતુ હવે આખા રાજ્ય માટે આદેશ રજૂ કરી દીધો છે.
મહારાષ્ટ્ર સરકારે રવિવારના રોજ લોકડાઉન 3.0ના છેલ્લાં દિવસે આદેશ રજૂ કરીને આ વાતની માહિતી આપી દીધી. તમામ સરકારી ઓફિસોને ગાડઇલાઇનનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પંજાબ બાદ મહારાષ્ટ્ર બીજું રાજ્ય બન્યું છે. જ્યાં લોકડાઉનને 31મી મે સુધી વધારી દીધું છે.
મહારાષ્ટ્રમાં એક હજારથી વધુના મોત
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે 1100થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. રાજ્યમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા 30706 છે. જેમાં 1135 સંક્રમિતોના મોત થઇ ચૂકયા છે. એકલા મુંબઇમાં સંક્રમણના 18555 કેસ છે અને 696ના મોત થયા છે.
ગુરૂવારના રોજ થયેલી કેબિનેટ બેઠક બાદ મહારાષ્ટ્રમાં રાજધાની મુંબઇ સહિત તમામ હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉનને વધારીને 31મી મે સુધી કરી દેવાયું. મુંબઇ મેટ્રોપોલિટન રીજન, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ, અને માલેગાંવમાં લોકડાઉનનો સમયગાળો વધારી દીધો હતો. હવે આખા રાજ્યમાં લોકડાઉનને વધારી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.