ગુજરાત સરકારે 31 મે સુધી દેશવ્યાપી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. લોકડાઉન 4 હવે 14 દિવસનું રહેશે જેનો સમયગાળો 31 મે સુધીનો છે. તેના નિયમ, કાયદાની જાહેરાત થોડીવારમાં થશે. લોકડાઉન-3નો સમયગાળો આજે પુરો થવા જઇ રહ્યો છે. 24 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાવીર લૉકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે દેશમાં કોરોના વાયરસના લગભગ 300 દર્દી હતા.
12 રાજ્યોના 30 શહેરોમાં રહેશે કડક લોકડાઉન, ગુજરાતમાં આ શહેરોનો પણ સમાવેશ
કોરોનાના કારણે સમગ્ર દેશમાં હાલ હાહાકાર છે. દરરોજ 3000થી વધુ કેસ આવી રહ્યા છે. આ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, લોકડાઉનમાં અમુક જિલ્લાઓ અને મ્યુનિસિપલ વિસ્તારોમાં કોઈ રાહત નહી મળે તેવી શક્યતાઓ છે. જો કે, આરોગ્ય મંત્રાલયે આ જિલ્લાઓની સમીક્ષા કરવા વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે બેઠક પણ યોજી હતી.
રાજ્ય |
શહેર |
તમિલનાડૂ |
કુડ્ડાલોર, ચેંગલપટ્ટુ, અરિયાલુર, |
મહારાષ્ટ્ર |
મુંબઈ, ઓરંગાબાદ, પુણે, પાલઘર, |
ગુજરાત |
અમદાવાદ, સુરત, વડોદરા |
દિલ્હી |
મોટા ભાગના વિસ્તાર |
મધ્ય પ્રદેશ |
ભોપાલ અને ઈંદૌર |
પશ્ચિમ બંગાળ |
હાવડા અને કલકત્તા |
રાજસ્થાન |
જયપુર, જોધપુર, ઉદયપુર |
ઉત્તર પ્રદેશ |
આગરા અને મેરઠ |
આંધ્રપ્રદેશ |
કુરનૂલ |
તેલંગણા |
ગ્રેટર હૈદરાબાદ |
પંજાબ |
અમૃતસર |
ઓડિશા |
બરહમપુર |
હોટ સ્પોટ વિસ્તારો માટે માર્ગદર્શિકા તૈયાર
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સૂત્રો કહે છે કે, આ જિલ્લાઓમાં લોકડાઉનના ચોથા તબક્કામાં કોઈ રાહત આપવામાં આવશે નહીં. કારણ કે, સરકારે કોરોના હોટસ્પોટ વિસ્તારો માટે જે માર્ગદર્શિકા તૈયાર કરી છે, તે ભારે ચેપવાળા વિસ્તારોમાં આ રોગચાળાને રોકવા માટે કડક હોવાનું કહેવાય છે.
30 શહેરોમાં નહીં મળી શકે છૂટ
આવી નગરપાલિકા વિસ્તારોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓડિશા રાજ્યોનો સમાવેશ થાય છે. મીટિંગ દરમિયાન જિલ્લાઓમાં કોરોનાની હાલની પરિસ્થિતિનો હિસાબ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ચેપ પુષ્ટિ દર, જીવલેણ દર, ડબલિંગ રેટ, દસ લાખ દીઠ પરીક્ષણ વગેરે જેવા તથ્યો પ્રકાશિત કરવામાં આવ્યા છે. અહીં જાણો કે આ રાજ્યોમાં કયા 30 શહેરો શામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.