લોકડાઉનમાં ખેડુતોને મળ્યા 18700 કરોડ રૂપિયા, શું તમને મળ્યો લાભ?

પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે છેલ્લા 2 મહિનામાં લોકડાઉનમાં 18700 કરોડની રકમ ખેડૂતોના ખાતામાં મોકલી આપી છે. યોજના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 5 હપ્તા ખેડુતોને મોકલાયા છે. તેનો છઠ્ઠો હપ્તો પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવા વડા પ્રધાન કિસાન સન્માન નિધિ નામની યોજના શરૂ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડૂતો માટે અનેક લાભ યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ઉમેરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષમાં ખેડૂતોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે, તેથી હવે નવી સૂચિ બહાર પાડવામાં આવશે. અગાઉ, ખેડૂતોને તેમના નામ તપાસવાની અને નવા નામ ઉમેરવાની તક આપવામાં આવી છે.

ખેડુતોએ pmkisan.gov.in વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. તેમા આપેલ “ફાર્મર કોર્નર” ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતોને પીએમ કિસાન યોજના હેઠળ પોતાને નોંધણી કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

જો તમે પહેલાં અરજી કરી છે અને તમારો આધાર યોગ્ય રીતે અપલોડ કરવામાં આવ્યો નથી અથવા કોઈ કારણોસર આધાર નંબર ખોટી રીતે દાખલ થયો છે, તો તેની માહિતી પણ તેમાં મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.