સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ પછી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોને લઇને, શોપિંગ મોલ અને બિલ્ડીંગો પર તવાઈ બોલાવવામાં આવી હતી. જે પણ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, તેવી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોની વ્યવથા કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી, નિયત સમયમાં આ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા નહીં કરવામાં આવતા સુરત ફાયર વિભાગના અધિકારીઓએ આકરું વલણ અપનાવ્યું છે.
એક રીપોર્ટ અનુસાર તક્ષશિલા અગ્નિકાંડ પછી ફાયર વિભાગ દ્વારા શહેરની 1,142 ઈમારતોમાં ફાયર સેફટીના સાધનોને લઇને જૂન મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન 1,064 જેટલી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાથી તમામ ઈમારતોને નોટીસ ફટકારવામાં આવી હતી. ફાયર વિભાગની નોટીસ પછી પણ 1,064 ઈમારતોમાંથી 955 જેટલી ઈમારતોએ ફાયર સેફટીના મુદે ફાયર વિભાગની NOC લીધી નથી. ફાયર વિભાગ દ્વારા આ તમામ બિલ્ડીંગો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ફાયર વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર પાસેથી ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતી તમામ ઈમારતોના ગટર અને પાણીના કનેક્શન કાપવાની મંજૂરી લેવામાં આવી છે. મંજૂરી મેળવીને ફાયર વિભાગ દ્વારા 955 બિલ્ડીંગોના પાણી અને ગટરના કનેક્શન કાપી નાંખવાની સુચના સુરત મહાનગરપાલિકાના સાત ઝોનને આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.