એક તરફ ચીન અને બીજી તરફ પાકિસ્તાન એમ બે દેશો સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરીયાએ કહ્યુ છે કે, બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક માટે વાયુસેના 24 કલાક તૈયાર જ રહોય છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, ભારતીય વાયુસેના 24 કલાક સજ્જ હોય છે. જોકે બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક અમારે કરવી કે નહી તે દુશ્મન પર આધાર રાખે છે.પાકિસ્તાને ડરવુ પડશે જ. ક્યારે એક્શન લેવા તે અમે નક્કી કરીશું.
ભદૌરિયાએ સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકી હુમલાઓ બંધ નહી કરે ત્યાં સુધી તેને એ વાતની પણ ચિંતા કરવી પડશે કે, ભારતીય વાયુસેના તેની સામે કાર્યવાહી કરી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન તરફથી થઈ રહેલી દરેક હિલચાલ પર અમારી નજર છે. પાકિસ્તાને પીઓકેમાં હવાઈ હિલચાલ વધારી છે તેના પર અમે મોનિટરિંગ કરી રહ્યા છે. ચીનની હિલચાલ પર પણ અમે નજર રાખી રહ્યા છે. બંને સરહદ પર જો કોઈ દેશે અટકચાળુ કર્યુ તો અમે પણ એક્શન લેવા માટે સક્ષમ છે.
વાયુસેના કોરોના સામેની લડાઈમાં વ્યસ્ત છે. વાયુસેનાના માલવાહક વિમાનો અને હેલિકોપ્ટરોએ 500 થી વધારે ઉડાનો ભરીને દરેક રાજ્ય સરકારને જરુરી મદદ આપી છે.
તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના કારણે રાફેલ વિમાનોની ડિલિવરીમાં થોડો વિલંબ થયો છે. હવે ભારતને પહેલા ચાર રાફેલ વિમાન જુલાઈ મહિનાના અંત સુધીમાં મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.