શેર બજારમાં દરરોજ કડાકા બોલી રહ્યા છે, જ્યારે તેનાથી વિપરીત સોના-ચાંદીમાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે, શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમત ઓલટાઇમ હાઇ 47067 રૂપિયા પર પહોંચી ગઇ હતી.
આ રેકોર્ડ આજે તુટી ગયો, 24 કેરેટ સોનાનો ભાવ આ જે 881 રૂપિયા ઉછળીને 47948 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો, ત્યાં જ ચાંદીમાં 2480 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ (ibjarates.com) તેની કિંમત એપડેટ કરતી રહે છે.
પહેલી વખત સોનું 9 એપ્રિલનાં દિવસે તેનાં શિખર પર પહોંચ્યું હતું, તેના માત્ર ચાર દિવસમાં જ રેકોર્ડ તુટી ગયો, અને 13 એપ્રિલનાં દિવસે સોનું પહોંચી ગયું, 46034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાએ ઓલ ટાઇમ હાઇ પર નવો કિર્તીમાન સ્થાપિત કર્યો. પરંતું તે પણ 15 એપ્રિલે તુટી ગયો, અને 10 ગ્રામ સોનાની કિંમત 46928 રૂપિયા થઇ અને ત્યાર બાદ સોનું રોજ નવી ટોચ બનાવતું જ ગયું.
અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાંથી આવી રહેલા નેગેટીવ સમાચારોનાં કારણે સોનાનાં ભાવમાં તેજી આવી છે, અને તે આગામી કેટલાક મહિના સુધી જળવાઇ રહેશે, આગામી કેટલાક મહિનામાં સોનું 51 હજારને પાર પણ પહોંચી શકે છે.
શા માટે સોનાના ભાવ વધી રહ્યા છે
નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીની કિંમતોમાં તેજીનું મુખ્ય કારણ કોરોના સંક્રમણનાં કેસ વધી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી અને શેર બજારમાં પણ ભારે ઘટાડાની અસર સોનાની કિમત પર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.