ગુજરાત રાજ્યમાં 16 સપ્ટેબરથી નવા ટ્રાફિકના નિયમોની અમલવારી સરકાર દ્વારા કરવામાં આવી છે. નવા નિયમો લાગુ થયા પછી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્બારા આ પ્રકારની ડ્રાઈવ યોજીને વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવે છે પરંતુ અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભાજપ નેતાઓ કે, કાર્યકર્તાઓ માટે લાગુ ન પડતા હોય તેવું લગી રહ્યું છે કારણ કે, અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓની બાઈક રેલીમા એક પણ કાર્યકર્તાએ હેલમેટ પહેર્યું ન હતું.
એક રિપોર્ટ અનુસાર અમદાવાદની અમરાઈવાડી વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપ દ્વારા જગદીશ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે. જગદીશ પટેલના સમર્થકો દ્વારા જગદીશ પટેલનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
જગદીશ પટેલ દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા માટે જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જન સંપર્ક અભિયાનમાં એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં ઉમેદવાર જગદીશ પટેલ, પુર્વ ધારાસભ્ય અને સાંસદ એચ. એચ. પટેલ સહીત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ બાઈક રેલી દરમિયાન ભાજપના એક પણ કાર્યકર્તાએ હેલમેટ પહેર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર એમ કહે છે કે, નાગરીકો કાયદાનું પાલન કરે એટલા માટે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જો આ કાયદો ગુજરાતની તમામ જનતા માટે હોય, તો કાયદાને અમલમાં મૂકનારી ભાજપ સરકારના નેતાઓ અને કાર્યકર્તાઓ જ કેમ કાયદાનો ભંગ કરે છે…..?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.