– હોસ્પીટલ તમામ પ્રકારની સુવિધાથી સજજ
અમદાવાદમાં કોરોનાની વધતી મહામારીમાં દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા યુ.એન. મહેતાની નવી બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ લોકડાઉન હળવુ થયા બાદ યુએન મહેતા હોસ્પીટલની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે મીડિયાને સંબોધન કરતા પોતાનુ નિવેદન પણ આપ્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે, કોરોનાનુ સંક્રમણ વધવાની સરકારને પહેલાથી જ અનુમાન હોવાથી સંપૂર્ણ તૈયારીમાં જૂટાઈ ગઈ હતી.
યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂર મુજબ બેડની ક્ષમતા વધારવામાં આવશે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલ ફૂલ થઇ જતા હવે યુ.એન. મહેતા હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં બીજા, ત્રીજા અને ચોથા માળે ખાસ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ જશે.
સાથે જ લોકડાઉનના ચોથા તબક્કામાં સમગ્ર ગુજરાતમાં ધંધા-રોજગાર શરૂ થયા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મામલે ફરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યભરમાં વિવિધ છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં ધંધા-રોજગાર શરૂ થયા છે. જેના કારણે વેપારીઓમાં અને લોકોમાં ખુશીનો માહોલ છે. જોકે, તેમણે કહ્યું કે વેપાર-ધંધા શરૂ થયા બાદ પણ લોકો સાવચેતી રાખે તે જરૂરી છે.
- લોક ડાઉન ચારમાં વિવિધ રાજ્યમાં છૂટછાટ અપાઈ છે
- ગુજરાત માં કન્ટનમેંટ ઝોન સિવાય રોજગાર ધંધા ખુલ્યા છે
- રોજગાર ધંધા ખુલ્લતા લોકોમાં ખુશીનો માહોલ છે
- આપણે થોડુ પણ જોખમ લેવા માંગતા નથી
- લોકડાઉન ખોલ્યા પછી કોરના બંધ થયો નથી.
- કોરોના સામે લડવાની રાજ્ય સરકારે તૈયારી પણ વધારી દીધી છે.
- નીતિન પટેલ યુએન મહેતા હોસ્પીટલની મુલાકાતે.
- નવા બિલ્ડિંદને કોરોના દર્દી માટે જલ્દી શરૂ કરવા માટે નીરિક્ષણ કરવા પહોંચ્યા.
- સારી સારવાર માટે કોરોના હોસ્પીટલ બનાવી છે.
- કોરોના હોસ્પીટલમાં તમામ પ્રકારની સુવિધા છે.
- ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધવાનુ અનુમાન હતુ.
- રાજ્ય સરકારે શરૂઆતથી જ તૈયારી કરી લીધી હતી.
- ઓછા કેસવાળા જિલ્લામાં પણ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે.
- અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં અન્ય દર્દીઓની સારવાર પણ શરૂ.
- કોવિડ હોસ્પીટલમાં તમામ પ્રકારની સારવારની સુવિધા
- સવારથી સાંજ સુધી વેપાર ધંધા ખોલવાની પણ છુટ આપવામાં આવી છે.
- મોટી હોસ્પીટલોને પણ કોવિડ હોસ્પીટલ બનાવી છે.
- કોરોના સામે લડવા માટે રાજ્ય સરકારે તૈયારી વધારી દીધી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.