ગુજરાતમાં કોરોનાનો કહેર: છેલ્લા 24 કલાકમાં 395 પોઝિટિવ કેસ, વધુ 25 દર્દીના મોત, કુલ પોઝિટિવ કેસ 12141

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વધુ 395 કેસ નોંધાયા છે. જે સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 12141 થઈ ગયો છે.

તે સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીના મોત થયા છે અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 239 છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 5043 છે.

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 12141 પર પહોંચી

5043 લોકો સાજા થઈને ઘરે થયા છે.

24 કલાકમાં 5865 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 395 પોઝિટિવ કેસ નોંધાયા

આજે 239 દર્દીઓને રજા અપાઈ છે.

આજે નોંધાયેલા કેસની યાદી જોઈએ તો, અમદાવાદમાં 262, સુરતમાં 29, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગરમાં 7, સાબરકાંઠામાં 7, કચ્છમાં 21, મહેસાણામાં 5, સુરેન્દ્રનગરમાં 5, ખેડામાં 4, પાટણમાં 4, ભરૂચમાં 4, બનાસકાંઠામાં 3, મહીસાગર 3, ગીરસોમનાથમાં 3, જૂનાગઢમાં 3, ભાવનગરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લીમાં 1, તાપીમાં 1, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયા છે.

આજે સાંજે કચ્છમાં વધુ 21 કેસ નોંધાયા

કચ્છમાં કોરોનાના સૌથી ઓછા કેસ હતા પરંતુ એક જ દિવસમાં વધુ 21 નવા પોઝીટીવ કેસ આવતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે. લોકડાઉન 4 માં છુટછાટ અપાયાના પહેલા જ દિવસે કોરોનાના 21 કેસ સામે આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી બહારથી એન્ટ્રી ઓછી હતી. કચ્છમાં બહારથી આવવાને કારણે કેસોમાં વધારો થવાનો ભય સાચો પડ્યો છે.

કચ્છ જિલ્લામાં આ પહેલા 33 દર્દીઓ કોરોના પોઝીટીવ હતા. જે બાદ વધુ નવા 21 કેસો એક જ દિવસમાં નોંધાયા છે. આજે ગાંધીધામ, ભચાઉ, માંડવી, મુંન્દ્રા, નખત્રાણા, રાપર સહિતના વિસ્તારોમાં મળીને એક જ દિવસમાં કુલ 21 પોઝીટીવ કેસ આવતા હાહાકાર મચ્યો છે.

લોકડાઉનમાં કોરોના સંકટ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે

લોકડાઉનમાં કોરોના સંકટ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે. તેમાં આજે કચ્છ જિલ્લામાં પણ વિવિધ ગામડાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. કોરોનાને કારણે કચ્છ પણ રેડઝોન તરફ વળી રહ્યો હોય તેવી સ્થિતિ આજે એક જ દિવસે નોંધાયેલા કેસોને લઈને છે.

કચ્છમાં નવા નોંધાયેલા 21 પોઝીટીવ કેસની હાલમાં ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. જેના પછીથી ચોક્કસ ખબર પડી શકે છે. કચ્છમાં અત્યાર સુધીમાં 33 કેસ હતા તે પછી આજે વધુ નવા 21 કેસ થતાં કચ્છ જિલ્લો પણ 50નો આંક વટાવી ચૂક્યો છે. કચ્છ હવે ધીમે ધીમે રેડઝોન તરફ આગળ વધી રહ્યો છે.

કચ્છમાં પોઝીટીવ કેસના કનેક્શનો મુંબઈ અને અમદાવાદ સાથે ટ્રાવેલ હિસ્ટ્રી વધારે ધરાવે છે. વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ઓછા પોઝિટિવ કેસ છે, ત્યારે સૂરજબારી ચેકપોસ્ટની આરોગ્ય ટીમ, ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને છ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભચાઉ બ્લોક હેલ્થ ઓફિસ હેઠળ આવતા તમામ કર્મચારીઓ દ્વારા અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોની તપાસ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.