ભારતે લોકડાઉન પાર્ટ ચારમાં ભારે છુટછાટો આપી છે. જોકે દુનિયાના બીજા દેશો પણ હવે કોરોના સાથે જીવવા માટે તૈયાર થઈ ગયા હોય તેમ લાગે છે.
કોરોના ગ્રસ્ત દેશો પૈકી 40 દેશોએ પોતાને ત્યાં લોકડાઉન ખોલી નાંખ્યુ છે. ચાલીસ પૈકી 26 યુરોપિયન દેશો છે.6 દેશો તો પોતાની બોર્ડર ખોલવા માટે પણ તૈયાર છે.
લોકડાઉન ખોલનારા દેશો પૈકી ઘણામાં તો દુકાનો, ઉદ્યોગો, રેસ્ટોરન્ટો, સ્કૂલ , બીચ અને બાર પણ ખુલી ગયા છે. આ સિવાય અમેરિકામાં પણ અને બીજા એશિયાઈ દેશોમાં પણ લોકડાઉન ખુલી રહ્યો છે. બેલ્જિયમ, જર્મની અને સ્વિત્ઝરલેન્ડ તો 15 જુનથી વિદેશી ટુરિસ્ટને આવકારવા માટેની યોજના બનાવી રહ્યા છે.
ગ્રીસ એક જુલાઈથી વિદેશી પર્યટકો માટે અને ઈટાલી 3 જુનથી ટુરિસ્ટો માટે પોતાની બોર્ડરો ખોલશે.નેધલેન્ડે કેટલાક દેશોના ટુરિસ્ટને મંજૂરી આપી છે.
અમેરિકાના 50માંથી 30 રાજયોએ લોકડાઉન ખોલી નાંખ્યુ છે. થાઈલેન્ડમાં પણ દુકાનો અને ફૂડ કોર્ટ ખોલવામાં આવ્યા છે. પાકિસ્તાનના લાહોર સહિત પાંચ એરપોર્ટ પર ઘરેલુ વિમાન સેવા શરુ કરી દેવાઈ છે.
ફ્રાંસે બાળકને માસ્ક પહેરીને સ્કૂલે જવાની પરવાનગી આપી છે.મોટા બાળકોએ વાઈઝર કેપ લગાવવી ફરજિયાત છે.ઓસ્ટ્રેલિયાએ સપ્તાહમાં એક દિવસ સ્કૂલ ખોલવાનો નિયમ કર્યો છે.ફિનલેન્ડમાં સ્કૂલો ખોલવામાં આવી છે પણ બાળકોને હાથ મિલાવવાની પરવાનગી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.