– બીજા વિશ્વ યુદ્ધ બાદ કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો
કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન કર્યા બાદ વિશ્વભરમાં કાર્બનના પ્રમાણમાં લગભગ 17 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનું સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. ગત મહિને દુનિયાભરમાં કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે આ બીજા વિશ્વયુદ્ધ બાદથી કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનાથી જનજીવન સામાન્ય થશે. વૈજ્ઞાનિકો અનુસાર, ક્લાઇમેન્ટ ચેન્જના સંદર્ભમાં પ્રદૂષણમાં થોડાક સમય માટે ઘટાડો થયો છે. જો કે આ ઘટાડો ‘સમુદ્રમાં એક બૂંદ’ સમાન હશે.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના અભ્યાસમાં વૈજ્ઞાનિકોની ટીમે તારણ કાઢ્યુ કે પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યુ છે. આ વર્ષે પ્રદૂષણનું સ્તર ચાર થી સાત ટકા વચ્ચે રહેશે, જે ગત વર્ષની સરખામણીમાં ઓછું છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો વિશ્વભરમાં આખા વર્ષ દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવે તો પ્રદૂષણ સ્તરમાં સાત ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ મહિનામાં માત્ર એક અઠવાડિયામાં જ અમેરિકાએ પોતાના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના સ્તરમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કર્યો છે. વિશ્વના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક ચીને ફેબ્રુઆરીમાં કાર્બન પ્રદૂષણમાં લગભગ એક ચતુર્થાંશ જેટલો ઘટાડો કર્યો છે, જ્યારે ભારત અને યૂરોપે 26 અને 27 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.