– દેશમાંકલાતિ લાખ લોકોએ 8 હજાર વ્યક્તિને કોરોના
– દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 110590ને પાર : 44757 લોકોને સાજા કરાયા, કુલ મૃત્યુઆંક 3355
– દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોમાંથી 6.39 ટકા લોકોને હોસ્પિટલ સપોર્ટની જરુર : સ્વાસ્થ્ય મંત્રાલય
– અમેરિકામાં દર લાખે 26.6 અને બ્રિટનમાં 52.1 વ્યક્તિનું મોત જ્યારે ભારતમાં આંકડો 0.2 : કેન્દ્ર
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રતિ લાખની વસતીએ ૭.૯ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ભારતમાં બહુ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૧૦ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે નવા ૫૦૯૨ કેસો ઉમેરાયા છે. સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ૧૧૦૫૯૦ પર પહોંચી ગઇ છે. સાથે જ ૪૪૭૫૭ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે.
દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે જો વિશ્વની કુલ વસતીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રતિ એક લાખે કુલ ૬૨ લોકોેને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે ભારતમાં આ આંકડો પ્રતિ લાખ માત્ર ૭.૯ વ્યક્તિ છે. જ્યારે વિશ્વમાં કોરોનાથી મૃત્યુ પામેલાની ટકાવારી પર નજર કરવામાં આવે તો પ્રતિ લાખ ૪.૨ લોકોના મોત દુનિયાભરમાં થયા હતા. તેવી જ રીતે ભારત પર નજર કરવામાં આવે તો ભારતમાં એક લાખ વ્યક્તિએ માત્ર ૦.૨ લોકોના જ મોત નિપજ્યા છે.
એક તરફ મોત અને દર્દીઓના આંકડાની સંખ્યા વધી રહી છે જ્યાકે બીજી તરફ સરકારે દાવો કર્યો છે કે સામેપક્ષે લોકો મોટી સંખ્યામાં સાજા પણ થઇ રહ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા પર નજર કરીએ તો પોઝિટિવ હોય અને સાજા થઇ ગયા હોય તેની સંખ્યા હવે ૪૦ ટકાને પાર પહોંચી ગઇ છે. જ્યારે આ રીકવરી રેટ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે સમયે માત્ર ૭.૧ ટકા જ હતો. બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યંુ હતું કે જે કુલ દર્દીઓ છે તેમાંથી ૬.૩૯ ટકા લોકોને હોસ્પિટલ સપોર્ટની જરુર છે.
સરકારે ભારતની સરખામણી અન્ય દેશોની સાથે કરી હતી જે મુજબ અમેરિકામાં પ્રતિ લાખે ૨૬.૬ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે આ આંકડો બ્રિટનમાં પ્રતિ લાખ ૫૨.૧ વ્યક્તિ છે. સરકારે દાવો કર્યો હતો કે અન્ય દેશોમાં કોરોનાના દર્દીઓમાં મૃત્યુદર ભારત કરતા અનેકગણો વધારે છે જ્યારે ભારતમાં તે પ્રતિ લાખ માત્ર ૦.૨ લોકોનું જ કોરોનાથી મોત નિપજ્યું છે.
કોરોના : ભારતમાં સ્થિતિ
રાજ્ય |
કેસ |
મોત |
સાજા થયા |
મહારાષ્ટ્ર |
૩૯૨૯૭ |
૧૩૯૦ |
૧૦૩૧૮ |
તામિલનાડુ |
૧૩૧૯૧ |
૮૭ |
૫૮૮૨ |
ગુજરાત |
૧૨૫૩૯ |
૭૪૯ |
૫૨૧૯ |
દિલ્હી |
૧૧૦૮૮ |
૧૭૬ |
૫૧૯૨ |
રાજસ્થાન |
૫૯૫૨ |
૧૪૩ |
૨૯૩૯ |
મધ્ય પ્રદેશ |
૫૭૩૫ |
૨૬૭ |
૨૭૩૩ |
ઉત્તર પ્રદેશ |
૪૯૯૬ |
૧૨૩ |
૨૯૧૮ |
પ. બંગાળ |
૩૧૦૩ |
૧૮૧ |
૧૧૩૬ |
આંધ્ર પ્રદેશ |
૨૫૫૭ |
૫૩ |
૧૬૩૯ |
પંજાબ |
૨૦૦૫ |
૩૮ |
૧૭૯૪ |
તેલંગણા |
૧૬૬૧ |
૪૦ |
૧૦૧૩ |
બિહાર |
૧૬૦૭ |
૯ |
૫૭૧ |
કર્ણાટક |
૧૪૬૨ |
૪૧ |
૫૫૬ |
જમ્મુ કાશ્મીર |
૧૩૯૦ |
૧૮ |
૬૯૪ |
ઓડિશા |
૧૦૫૨ |
૬ |
૩૦૭ |
હરિયાણા |
૯૯૩ |
૧૪ |
૬૪૮ |
કેરળ |
૬૬૬ |
૩ |
૫૦૨ |
ઝારખંડ |
૨૪૫ |
૩ |
૧૨૭ |
ચંદીગઢ |
૨૦૨ |
૩ |
૧૩૬ |
ત્રિપુરા |
૧૭૩ |
૦ |
૧૧૬ |
આસામ |
૧૭૦ |
૪ |
૪૮ |
ઉત્તરાખંડ |
૧૨૨ |
૧ |
૫૨ |
છત્તીસગઢ |
૧૦૮ |
૦ |
૫૯ |
હિમાચલ |
૧૦૭ |
૪ |
૫૨ |
ગોવા |
૫૦ |
૦ |
૭ |
લદ્દાખ |
૪૩ |
૦ |
૪૩ |
અંદ. નિકોબાર |
૩૩ |
૦ |
૩૩ |
પુડુચેરી |
૧૮ |
૧ |
૭ |
મેઘાલય |
૧૪ |
૧ |
૧૨ |
મણિપુર |
૯ |
૦ |
૨ |
મિઝોરમ |
૧ |
૦ |
૧ |
અરૃણાચલ |
૧ |
૦ |
૧ |
નાગાલેન્ડ |
૧ |
૦ |
૦ |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.