ઓડિશા-બંગાળમાં અમ્ફાનથી ભીષણ તબાહી મચી, 12ના મોત નીપજ્યા: મમતા બેનર્જી

અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી મચાવી દીધી છે. બંને રાજ્યોમાં એક ડઝનથી વધારે લોકોના મોત નીપજ્યા છે. મોડી રાત સુધી ભારે વરસાદ અને તોફાની હવાએ બંને રાજ્યોને હચમચાવી નાખ્યા. આવી આંધી છેલ્લા કેટલાય વર્ષોમાં ના કોઈએ જોઈ ના સાંભળી. હવાની ઝડપ એવી હતી કે ધરતી પર જે કંઈ પણ છે બધુ ઉખાડી દેવાનુ ના હોય.

અમ્ફાન તોફાને ઓડિશા અને બંગાળના લોકોને થોડાક કલાકોમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધુ. તોફાનની ઝડપ જ્યાં સુધી રોકાઈ ત્યાં સુધી કલકત્તામાં બધુ ઉલટ-સુલટ થઈ ચૂક્યુ હતુ. શહેરમાં ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યુ હતુ. ગાડીઓ નાવની જેમ તરી રહી હતી. રસ્તા પર વૃક્ષ ઉખડીને પડ્યા હતા. મોટા-મોટા હોર્ડિંગ, વિજળીના થાંભલા પડી ગયા હતા.

બુધવારે સાંજે તોફાન ચડ્યુ હતુ. હાવડા બ્રિજ પણ આની સામે નતમસ્તક થઈ ગયો. વાવાઝોડાએ પુલને ઉપરથી લઈને નીચે સુધી કંઈક એ રીતે પોતાના બાનમાં લીધો કે પુલ દેખાવાનો બંધ થઈ ગયો. હાવડામાં તોફાની હવાઓના જોરથી એક સ્કુલની છત જોતજોતામાં જ ઉડી ગઈ.

રાહત અને બચાવ કાર્ય ચાલુ

તબાહીની અસર બંગાળમાં કેટલાય સ્થળોએ છે. તોફાન પસાર થયા બાદ તેના ઉંડા નિશાન દરેક બાજુએ છે. રાહત ટીમ તૂટેલા વૃક્ષોને રસ્તા પરથી હટાવવામાં લાગેલી છે પરંતુ કામ પૂરૂ થવાનું નામ લઈ રહી નથી. રસ્તા પર પાણી ભરેલુ હોવાના કારણે રાહત કાર્યમાં વધુ મુશ્કેલી આવી રહી છે.

કલકત્તામાં 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આવી હવા

બંગાળમાં સમુદ્ર તટ સાથે ટકરાવાથી તોફાનની ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે પહોંચી ગઈ હતી જ્યારે કેટલાક કલાક બાદ કલકત્તા શહેરમાં 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી છે. અમ્ફાનનો સૌથી વધારે કહેર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના, દક્ષિણી 24 પરગના, મિદનાપુર અને કલકત્તામાં રહ્યો.

બંગાળમાં 10-12 લોકોના મોત નીપજ્યા

પશ્ચિમ બંગાળમાં તોફાનથી તબાહી કેટલી થઈ આનો હિસાબ હજુ બાકી છે, પરંતુ સીએમ મમતા બેનર્જી કહી રહ્યા છે કે ઓછામાં ઓછા 10-12 લોકો તો તોફાનની ઝપેટમાં આવી ગયા છે. તેમનુ કહેવુ છે કે ડીએમ, એસપી અને વહીવટીતંત્રના અધિકારી ખડે પગે કામ કરી રહ્યા  છે. હજુ સાચા આંકડા જાણી શકાયા નથી પરંતુ 10-12 લોકોના મોત નીપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.