ગુજરાતમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 371 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 269 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5,488 ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 398 કેસ પૈકી એકલા અમદાવાદમાં 233 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 24, સુરતમાં 34 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 371 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 12,910 થઇ ગઇ છે. જેમાંથી 52 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6569 લોકો સ્ટેબલ છે, તો 5488 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 773 લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદમાં નોંધાયેલા નવા 233 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 9,449 થઇ ગઈ છે. જ્યારે 619 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 3330 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 5500 કેસ એક્ટીવ છે.
બીજી તરફ વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 24 કેસની સાથે કુલ કેસની સંખ્યા 750 થઈ ગઇ છે જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 470 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 248 કેસ એક્ટિવ છે.
સુરતમાં આજે નોંધાયેલા નવા 34 કેસની સાથે કુલ કેસની સંખ્યા 1227 થઈ ગઇ છે જ્યારે 57 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 823 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 347 કેસ એક્ટિવ છે.
નવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ |
આજના મરણ |
આજના |
|
371 |
પ્રાથમિક રીતે |
કોમોબીડીટી, |
269 |
|
06 |
18 |
|
નવા નોંધાયેલા કેસોની વિગત
જિલ્લો |
કેસ |
અમદાવાદ |
233 |
સુરત |
34 |
વડોદરા |
24 |
મહેસાણા |
13 |
બનાસકાંઠા |
11 |
મહીસાગર |
9 |
અરવલ્લી |
7 |
ગીર-સોમના |
6 |
ગાંધીનગર |
5 |
કચ્છ |
4 |
જામનગર |
3 |
સાબરકાંઠા |
3 |
દાહોદ |
3 |
નવસારી |
3 |
સુરેન્દ્રનગર |
3 |
અન્ય રાજ્ય |
3 |
નમજદા |
2 |
જુનાગઢ |
2 |
પંચમહાલ |
1 |
ખેડા |
1 |
પાટણ |
1 |
કુલ |
371 |
દર્દીઓની વિગત
અત્યાર સુધીના કુલ |
દર્દી |
ડિસ્ચાર્જ |
મૃત્યુ |
|
|
વેન્ટીલેટર |
સ્ટેબલ |
|
|
12910 |
52 |
6597 |
5488 |
773 |
નવા નોંધાયેલા મરણની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
17 |
14 |
03 |
2 |
વડોદરા |
03 |
03 |
00 |
3 |
સુરત |
01 |
01 |
00 |
4 |
આણંદ |
01 |
01 |
00 |
5 |
ખેડા |
01 |
00 |
01 |
6 |
મહેસાણા |
01 |
00 |
01 |
કુલ |
24 |
19 |
05 |
નવા નોંધાયેલા ડિસ્ચાર્જની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
200 |
113 |
87 |
2 |
સુરત |
40 |
25 |
15 |
3 |
ગાંધીનગર |
08 |
02 |
06 |
4 |
વડોદરા |
07 |
04 |
03 |
5 |
જામનગર |
03 |
03 |
00 |
6 |
રાજકોટ |
03 |
02 |
01 |
7 |
દાહોદ |
02 |
01 |
01 |
8 |
દેવભૂમી દ્વારકા |
02 |
00 |
02 |
9 |
પંચમહાલ |
02 |
02 |
00 |
10 |
ખેડા |
01 |
01 |
00 |
11 |
નર્મદા |
01 |
01 |
00 |
કુલ |
269 |
154 |
115 |
લેબોરેટરી પરીક્ષણની વિગત
વિગત |
ટેસ્ટ |
પોઝીટીવ |
નેગેટીવ |
અત્યાર |
166152 |
12910 |
153242 |
ક્રમ |
હોમ |
સરકારી |
પ્રાઇવેટ |
કુલ |
1 |
485051 |
11049 |
630 |
496730 |
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 371 નવા કેસ
– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 12,910 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24ના મોત સાથે મૃત્યુઆંક 773 પર પહોંચ્યો
– રાજ્યમાં છેલ્લા 24 કલાક 269 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 5,488 ડિસ્ચાર્જ થયા
– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 233 નવા કેસ નોંધ્યા જ્યારે 17ના મોત નીપજ્યાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.