ઈ સિગરેટ પર પ્રતિબંધને લઈ કેન્દ્ર સરકારે પ્રદેશમાં તેના અમલને લઈ કવાયત શરૂ થઈ ગઈ છે. ડીજીપી ઓપી સિંહે બધા જોનના એડીજી, રેન્જના આઈજી કેપ્ટનને કડક પાલન કરવા કહ્યું છે. અધ્યાદેશમાં ઈ સિગરેટના ઉત્પાદન, આયાત-નિર્યાત, પરિવહન, ખરીદી-વેચાણ અને જાહેરાત પર એક વર્ષની સજા અથવા એક લાખ રૂપિયા દંડ ફટકારવાની જાહેરાત કરી છે.
ડીજીપીએ જણાવ્યું કે સંગ્રહ કરવા પર 6 મહિનાની સજા અને 50 હજાર દંડ ફટકારવામાં આવશે. તેને અપરાધ ગણાવીને કડક પગલાં લેવામાં આવશે. ઈ સિગરેટનો જેણે પણ સંગ્રહ કર્યો હોય તેને તક આપવામાં આવી છે કે બધો સ્ટોક નજીકના પોલીસ સ્ટેશને જમા કરાવી જાય.
નક્કી કરેલી વ્યવસ્થામાં ઈ સિગરેટ જેમાં નિકોટીન પ્રદાન કરનારા બધા પ્રકારના ઈલેક્ટ્રોનિક યંત્ર જેવા કે હુક્કા અને અન્ય સાધનો પણ સામેલ છે. પરંતુ તેમાં એ વસ્તુ સામેલ નથી કે જે ડ્રગ્સ અને કાસ્મેટિક્સ એક્ટ 1940 સુધી લાયસન્સની અંદર હોય. ઈ સિગરેટ અથવા સાધનના કોઈ પણ ભાગનું ઓનલાઈન વેચાણ અથવા જાહેરાત પર પ્રતિબંધ છે. ડિજીપીએ કહ્યું કે, સબ-ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીને ઇ-સિગારેટની શોધ અને જપ્તી માટે અધિકૃત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.