– બ્રિટિશ કંપનીએ અનિલ અંબાણીને 21 દિવસનો સમય આપ્યોચીનની ત્રણ બેંકોએ બ્રિટનની કોર્ટમાં અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપ કંપનીને ૨૦૧૨માં આપેલી લોનની બાકી રકમ ચૂકવવાની અરજી કરી હત
બ્રિટિશ કોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ૭૧.૭ કરોડ ડોલરની રકમ ચીનની ત્રણ બેંકોનો ચૂકવે એવો આદેશ કર્યો હતો. ચીનની ત્રણ બેંકોએ પર્સનલ ગેરેન્ટી પરથી ૨૦૧૨માં લીધેલી લોનની બાકી રકમ ચૂકવવા માટે બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. ચુકાદો બેંકોની તરફેણમાં આવ્યો હતો.
ચીનની ત્રણ બેંકોએ બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો હતો કે એનું અનિલ અંબાણી પર ૭.૭૧ કરોડ ડોલરનું કરજ છે. ૨૦૧૨માં અનિલ અંબાણીની રિલાયન્સ ગુ્રપ કંપનીને આપેલી લોનમાંથી આટલી રકમ બાકી નીકળતી હોવાનો દાવો ત્રણ ચીની બેંકોએ કર્યો હતો. ત્રણેય બેંકોએ કુલ ૧૦ કરોડ ડોલરની રકમ માટે અરજી કરી હતી.
તે અરજીના સંદર્ભમાં કોર્ટે અનિલ અંબાણીને ૨૧ દિવસમાં ૭.૭૧ કરોડ ડોલરની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે ૧૦ કરોડ ડોલરની રકમની કુલ અમાઉન્ટનો કેસ ૨૦૨૧માં ચલાવવાનો સંકેત પણ આપ્યો હતો. અગાઉ કોર્ટે અનિલ અંબાણીની કંપનીએ રજૂ કરેલા પુરાવા બાબતે ટીકા કરી હતી. અનિલ અંબાણીએ આવક મુદ્દે રજૂ કરેલા દસ્તાવેજો માન્ય રાખ્યા ન હતા અને ટ્રાન્સપરન્સી જળવાઈ ન હોવાની ટકોર કરી હતી. કંપનીઓએ પર્સનલ ગેરેન્ટીનું અનિલ અંબાણીએ ઉલ્લંઘન કર્યું હોવાની દલીલ રજૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.